Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 34
________________ મો કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થઈ જવું. ૮. એ લીનતામાં હવે એકજ વાત બાકી રહે .... હું શાયક..જ્ઞાયક... જ્ઞાનક એવી લગની લાગે. ૯. ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વ સન્મુખ રહેવું. ૧૦. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ થાય તો એની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. એનો અનુભવ થાય જ. આ નિજપદને સાધવાની વિધિ છે. આ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ જ સમ્યક્દશા છે. આવી ઉત્કૃષ્ટ લગની લાગે તો અનુભવ થવા વગર રહે નહિ. ઉપયોગને – રૂચિને બહારથી સમેટી લઈ નિશ્ચયપણે અંતરમાં લગાવાથી અનુભવ થયા વગર રહે નહિ. જ્ઞાનાનંદ આત્માનો સ્વાદ ચાખવા મળેજ. આ જ છે સ્વાનુભૂતિ - આત્માનુભૂતિની સંક્ષેપમાં વિધિ. આત્મ અનુભવ કેવી રીતે કરવો ? (૧) દરેક વ્યક્તિ એક સાથે ત્રણ ક્રિયાઓ કરી રહી છે. (૧) શરીરની ક્રિયા (૨) શુભ-અશુભ વિકારી પરિણામ (૩) જાનન રૂપ ક્રિયા – જાણવાની ક્રિયા. (૨) આમાંથી પહેલાં બે કામો તો નાશવાન છે. જ્યારે ત્રીજું જાણાનું ત્રિકાળ રહે છે. પહેલી બે ક્રિયાઓ પર આશ્રિત છે.આતમની સહજ સ્વભાવિક ક્રિયા નથી. (૩) તેથી આ પરાશ્રિત ક્રિયામાં ફે૨માત્રથી ધર્મ થવાનો જરાય સંભવીત નથી ધર્મ તો આત્માનો સાવ છે. તેનો સંબંધ ત્રીજી ક્રક્રિયા સાપ્તે છે. જાનનક્રિયા છે. પોતાની સ્વભાવિક ક્રિયાને ન ઓળખવી એજ અહંકાર છે, આ જ મિથ્યાત્વ છે. ન (૪) ધર્મની શરૂઆત કરવા માટે આપણે સૌએ પ્રથમ નિર્ણય કરવો પડશે કે જાનનક્રિયાતો મારા જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. તે મારી પોતાની ક્રિયા છે. જ્યારે બીજી બે ક્રિયાઓ શરીર તથા મનની ક્રિયાઓ કર્મને કારણે થઈ રહી છે. (૫) પ્રથમ આ ત્રણે ક્રિયાઓને એકબીજીથી ભિન્ન જાણવી. પછી માત્ર જાનનક્રિયામાં પોતાપણું - તાદાત્મ્ય સ્થાપવું જરૂરી છે. જ્ઞાન સમાનમ પોતાનું સર્વસ્વ સ્થાપિત કરવાનું છે. જ્યાંથી તે જ્ઞાન વિશેષની લહેર ઊઠે છે. (૬) થોડીક મિનિટો એકાંતમાં બેસી મનમાં ઊઠતાં વિકલ્પોનાર્તા ન થતાં માત્ર જાણવાવાળો યા જ્ઞતા બનવા મથવું. મનમાં કોઈપણ ભાર ચાલતો હોય તેને 1; 5 ૨૮

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48