Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 37
________________ ર ૧. ' દયા - દયા ધર્મનું મૂળ છે. અહિંસા પરમો ધર્મ. પ્રથમ બાહ્ય દયા અને પછી પોતાના આત્માની સ્વદયા. સર્વાત્મામાં સમદ્રષ્ટિધો, આ વચનને હૃદયે લખો. શાંતિ - આત્માની દયા આવી, સંસારથી પાછો વળ્યો તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય તેટલી શાંતિ વેદાય.. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું - નિવૃત થવું. શારીરિક, માનસિક અને આત્મિક શાંત . વિભાવથી મુકાઈ, સ્વભાવમાં રહેવું તે શાંતિ. ૩. સમતા - દયા આવી ત્યાં આત્માની દાઝ આવી તેથી પછી શાંતિનો માર્ગ લો અને શાંતિ આવે એટલે સમતા ભાવ થાય. રાગ-દ્વેષના પરિણામ ઓછા થાય - સ્વરૂપમાં ઠરી રહેવું તે સમતા છે. સમતા એ આત્માનો સહજ સ્વભાવ છે. ક્ષમા :- સમતા ધારણ કર્યા છતાં નિમિત્તોના ઉદયથી આત્મામાં ખળભળાટ થાય. ક્રોધાદિ ઉદય આવે તેને ક્ષમા દ્વારા સમાવે. જીવને સખતો શાંતિ- સમતા અને ક્ષમામાં જ છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. સત્ય - સાચામાં સાચી વસ્તુ આત્મા છે. હું આત્મા છું એના સિવાય બધું જ જૂઠું.દેહદ્રષ્ટિનો ત્યાગ કરે અને આત્મદ્રષ્ટિ થાય ત્યારે જ પરમાર્થ સત્ય સમજાય ૬.અને ૭. ત્યાગ અને વૈરાગ્યઃ- “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિર્વતવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” “ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય' છે. રાગનો નાશ તે વૈરાગ્ય રાગ, દ્વેષ, રહીતપનું તેનું જ નામ વીતરાગતા... આ વીતરાગના માર્ગમાં આવી પાત્રતા જોઈએ. ચિંતન વીતરાગ વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહિત જેને બેઠું છે એ ભવ્ય જીવના ભવ નાશ થઈ જાય છે. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, એ જેને બેસે છે એ જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે, એના ક્રમબધ્ધમાં પણ ભવનો ઘાત થવાનો છે, તેને | ભવિ કે અભાવ એવી શંકા રહે જ નહિ. તે ભવિ જ હોય અને એને એવો નિશંક નિર્ણય થઈ જાય કે હું ભગવાન છું, ભગવાન સ્વરૂપ છુંને અલ્પકાળમાં ભગવાન થઈ જવાનો છું - એમ પાકો નિર્ણય આવી જાય.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48