Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 40
________________ દિવસમાં બે વખત બે ઘડી “આત્મસ્વભાવમાં લીન થવાનો મહાવરો કરવો... આ જ સાચું સામાયિક છે. દરરોજ સુતા પહેલાં “ક્ષમાપના” કરવી - હળવા થવા માટે. આ જ સાચું પ્રતિક્રમણ છે. બને ત્યાં સુધી સ્વભાવમાં રહેવાનો મહાવરો કરવો અને વિભાવમાં ન જવાય એવા પ્રત્યાખાન લેવાં. સતત - દિવસ અને રાત્રી મુમુક્ષુદશા બનાવી રાખવી અને પોતાના અંતર પરિણામ નિષ્પક્ષપાતથી સતત જાગૃત અવસ્થામાં તપાસતાં રહેવાં. પાત્રતા સતત કેળવતા જ રહેવી. “ઉપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” આત્માનું સ્મરણ સતત રહેવું જોઈએ. દરેક ક્રિયા આત્માના આશ્રયે જ (૬) થાય. હું પરમાત્મા છું' એવું નક્કી કર; હું પરમાત્મા છું, એર્વો નિશ્ચય કર; હું પરમાત્મા છું, એવો અનુભવ કર. પૂર્ણતાનાલશે શરૂઆત એજ વાસ્તવિક શરૂઆત છે. મોક્ષમાર્ગનો,પરમાત્માથવાનો આ જ અચૂક ઉપાય છે. શાનીનો ઉપદેશ જે કાળે જે પર્યાય થવાની છે તે થાય છે, થાય જ છે તેને કરવી એટલે શું? જે થાય છે અથવા જે છે જ, તો જે છે તેને કરવું શું?દ્રવ્યદ્રષ્ટિથવાથી ભાવનામના ગુણને લીધે નિર્મળ પરિણતિ થાય જ છે, તે તે કાળે તે પર્યાય થાય જ છે અથવા છે જ અથવા તે સ છે જ તો તે સતને કરે શું? જે કાવે જે પર્યાય થાય છે તેને કરે એ તો વિરોધ થઈ ગયો છે તેને જાણે. કર્મનો ઉદય છે તેને જાણે છે. ઉદયને નિર્જરાને આત્મા કરતો નથી, જાણે છે. તે સમયે કર્મનું ખરવું, અશુધ્ધતાનું ગળવું ને શુધ્ધતાનું વધવું એવી ત્રણ પ્રકારની નિર્જરા તે સમયમાં છે જ છે તેને કરે છે તેને જાણે ૩૪

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48