Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 35
________________ માત્ર દેખતા જવું. સ્વાનુભવ માટે સૌથી પહેલાં બુદ્ધિના સ્તરે પોતાના ચેતન સ્વભાવને બધા પદાર્થોથી, સર્વ સંબંધોથી, શરીરથી, વિચાર વિકલ્પોથી, શુભ-અશુભ વિકારી ભાવોથી તથા મોહાદિકઆઠ પ્રકારનાં કર્મોથી બિનઅલગછે મુદો છે તે નિર્ણય કરવાનો છે. જો ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરીએ, જોવાવાળા પર જોર દેતા રહીએ તો કાંઈક ઘટતું બનતું હોય તેવા અનુભવ થશે. એક ક્ષણ માટે શૂન્ય જેવું લાગશે. નિર્વિચાર સ્થિતિ ઉત્પન થશે. બધું શૂન્યજવાથી માત્ર એક જાણવાવાળો જ્ઞાતા રહેવાનો. જ્યારે જ્ઞાનના અખંડપિંડ સન્મુખ થાય છે તેની સાથે અભેદ-એકત્ત્વ સ્થાપે પોતાની સત્તાનો માત્ર પોતાના અસ્તિત્ત્વમાં જ અનુભવ કરે - પોતાની જ્ઞાનપર્યાયમાં પોતાના ચૈતન્યસ્વભાવને શાય બનાવી તેને સ્વસ્વરૂપ દેખે ત્યારે આત્મદર્શન થશે - રાગદ્વેષ શરીરાદિથી ભિન્ન પોતાના સ્વભાવનો અનુભવ થશે. (૧૦) આ જ છે સ્વાનુભવ - આત્માનુભવ - આત્મદર્શન અને નિજસત્તાવલોકન (૯). શાનીનો ઉપદેશ સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રધ્ધાને અમે સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રતીત થવી, અનુભવ થવો તે એક જ સમ્યગ્દર્શન છે. બીજ પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે પણ નહીં. ભગવાન તારામાં તું પૂરો પડયો છે, તારે કોઈની જરૂર નથી. પરસનુખના જ્ઞાનની પણ તને જરૂર નથી, પર પાર્થની તો જરૂર નથી, પર પાર્થની શ્રધ્ધાની તો જરૂર નથી, પરસનુખના આશ્રયે થતાં દયા-ધન આદિના રાગભાવની તો જરૂર નથી; એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ' એવા મનના સંગે ઉત્પન થતાં વિકલ્પની પણ તને જરૂર નથી. વસ્તુ સ્વભાવ જ એવો છે માટે તારામાં ને સર્વજ્ઞમાં ભરે ન જાણ, જુદા ન પાડી સમ્યગ્દર્શન દીપિકામાં કહ્યું છે કે એક ક્ષણ પણ સિધ્ધ પરમાત્માથી જુદો પાડે તે મિથ્યાદ્રષ્ટિ સંસારી છે. કેમ? કેમ કે એક ક્ષણ પણ જે સિધ્ધ પરમાત્માથી પોતાને જુઘે માને છે તેણે રાગને વિકલ્પની એકતા માની છે, રાગને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે. તેથી વીતરાગ પરમાત્માથી એક ક્ષણ પણ જુો રહ્યો તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ સંસારી નિગોદગામી છો ! હું જ્ઞાતા અને આનંદસ્વરૂપ છે,પરમાં મારું જ્ઞાન નહીંને આનંદ નહીં, પરને લઈને મારી ચીજમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા છે જ નહીં - એમ જાણવું ન માનવું તેને હોંશિયારી કહેવાય છે ને બાકી બધી મૂઢતા કહેવાય છે. જગતમાં કોઈ તારું શત્રુ કે મિત્ર નથી, દરેક પર પદાર્થ સ્વતંત્ર છે. માટે પોતાનું હિત | ચાહનારા બુદ્ધિમાન પુરુષોએ કોઈ પ્રત્યે લેપ કરવો નહિ. તે તે પર પદાર્થો તેની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, તારે એની સાથે શું સંબંધ છે, જે દ્રવ્યનું જ વેગે, જે કાળે, જે ભાવે, પરિણમન થવાનું છે તે દ્રવ્યનું તે વેત્રે, તે કાળે, તે ભાવે જે પરિશમન થશે તેમાં તારું અને મારું કંઈ ચાલવાનું નથી એમ સમતા રાખીને, શાંતિ રાખીને, શાતા-દ્રણ રહેવું, દ્વેષ નહિ કરવો. અશાન છોડીને ગુસ્સો (છોડીને સમતા રાખવી. ૨૯

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48