________________
આત્માર્થીને ધર્મને શબ્દોમાં ટણ ન કરતાં જીવનમાં અનુભવના ધોરણે ઉતારવો જોઈએ - આત્માર્થીએ ધર્મમય બની જવું જોઈએ. ધર્મમય બની જવું - આત્મમય બની જવું - જ્ઞાનમય બની જવું - આનંદમય બની જવું એજ
આત્માનુભૂતિ” છે.
ચિંતન કોઠીમાં જેમ ઘઉંભિન્ન છે તેમ આત્મામાં ગુણો ભિન્ન નથી. આત્મા તો જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર અભિન્ન પદાર્થ છે, તેમાં જો અધૂરાશમાનીશ તો તારી દ્રષ્ટિમાં પૂર્ણ સ્વભાવનો સ્વીકાર નહિ આવે. પર્યાયમાં અપૂર્ણતા છે માટે વસ્તુસ્વભાવ પણ અપૂર્ણ-અધૂરો છે એમ જો માનીશ તો તારી દ્રષ્ટિમાં મિથ્યાત્વ થશે. તને શુદ્ધતા નહિ પ્રગટે. પ્રભુતું સ્વભાવે પૂરો છે, અધૂરો નથી. | ‘જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, |ઊણપ કે અશુદ્ધિઆવતી નથી તું મને ઓળખી તેમાં લીન થાતો તારા સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે! આહા, આ વસ્તુ ! વાત કેટલી સરસ છે!
“હું કેવળ શાયક છું, બીજું બધું પર છે એમ અંતરમાં જયારે બરાબર ખ્યાલ આવે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય અને ભવના અંત આવે. શાયકને ઓળખવાનું કામ કરે, નહિતર ભવનો અંત નહિ આવે. પ્રભુ ધર્મી તેને કહીએ કે જેને એક જ્ઞાયકભાવ રુચે, વિભાવભાવ આવે, પણ રુચે નહિ.
.
આ
૪ બ પર છે
પંચમ પરમભાવ કહો, પરમ પરિણામિક ભાવ કહો, દ્રવ્યદ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળશુદ્ધ દ્રવ્યસામાન્ય કહો, શાયક ભાવ કહો કે ભૂતાર્થ સ્વભાવ કહો - બધાનો અર્થ એક જ છે. “ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.' એમ સમયસારમાં કહ્યું છે. ભૂતાર્થ એવો જે ત્રિકાળશુદ્ધ પરમપરિણામિક ભાવ તેનો આશ્રય કરવાથી, તેને પકડવાથી, વર્તમાન પર્યાયને તેની સન્મુખ લઈ જવાથી, વર્તમાન પર્યાય વડે તેમાં જ “અહં' પણું સ્થાપવાથી સમ્યગ્દર્શનથી માંડીને પૂર્ણતા સુધીની બધી શુદ્ધિઓ પ્રગટે છે.
જ્ઞાયક પરમભાવનો આશ્રય કરવાથી પ્રથમ સમ્યગ્દર્શનરૂપ આંશિક શુદ્ધિનો પ્રારંભ થાય છે, પછી તો દરિયામાં જેમ ભરતી આવે તેમ શુદ્ધિમાં ભરતી આવે છે. દરિયામાં ભરતી કાંઠે આવે છે ને? તેમ અનંતગુણના ભંડારસ્વરૂપ પરમભાવનો અંતરમાં સ્વીકાર થઈને આશ્રય લીધો ત્યાં પર્યાયમાંશુદ્ધિની ભરતી આવેચે.અહા!શુદ્ધિની શરૂઆતને શુદ્ધિની વૃદ્ધિબધું પરમપરિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક પરમભાવના આશ્રયે જ થાય છે. બાકી બાહ્યલક્ષે લાખો શાસ્ત્ર ભણે ને લાખો-કરોડો તપસ્યા કરે તો પણ અંતરમાં શુદ્ધિની શરૂઆત પણ નહિ થાય.
આ ત્રિકાળી દ્રવ્ય અભેદ છે અને તેને હું ગ્રહણ કરું છું. એમ પર્યાયમાં-ભેદમાં ઊભો ઊભો અભેદ છું માને એ દ્રષ્ટિ પણ મિથ્યાત્વ છે. પર્યાયમાં ઊભો ભો એટલે કે ભેદમાં-પર્યાયમાં હું | પણું રાખીને “આ દ્રવ્ય અભેદ છે' એમ લક્ષ કરે છે ત્યાં પોતે પર્યાયમાં ઊભો છે, માટે તે પર્યાયદ્રષ્ટિ
ખરેખર તો પર્યાય, ગુણભેદ ને ‘આ અભેદ દ્રવ્ય હું છું (આ ને હું) એવો ભેદ પણ કાઢી નાખીને ત્રિકાળ શુદ્ધ અભેદ જ્ઞાયકમાં “હું' પણું સ્થાપી દેવું - શ્રદ્ધાનમાં અભેદ જ્ઞાયકપણે પરિણમી જવું તેજ સાચો દ્રવ્યદ્રષ્ટિ છે.