Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 30
________________ પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. આત્માનુભૂતિ જ્ઞાયક, શેય, જ્ઞાન અને શાપ્તિરૂપ થઈને એના ભેદથી રહિત અભેદ અને અખંડ છે. તાત્પર્ય એ છે કે જાણવાવાળો પણ સ્વયં આત્મા છે અને જાણવામાં આવવાવાળો પણ સ્વયં આત્મા જ ત છે, અને જ્ઞાનપરિણતિ પણ આત્મમય થઈ રહી છે. (૮) આ જ્ઞાનમય દશા આનંદમય જ છે - આ જ્ઞાનાનંદમય છે. આમાં જ્ઞાન અને આનંદનો ભેદનથી. આ જ્ઞાન પણ ઈન્દ્રપાતીત અને આનંદ પણ ઈન્દ્રયાતીત. આ અતિક્રિય જ્ઞાનાનંદની દશાજ ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાનશક્તિનું કેન્દ્રીભૂત થઈ જવું જ ધર્મની દશા છે. એટલે એકમાત્ર એજ જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્વ ધ્યેય છે, સાધ્ય છે અને આરાધ્ય છે. તથા મુક્તિના પથિક તત્ત્વાભિલાષીને સમસ્ત જગત અધ્યેય, અસાધ્ય અને અનારાધ્ય છે. (૯) આ ચૈતન્યભાવરૂપ આત્માનુભુતિ જ કરવા યોગ્ય કાર્ય (કર્મ) છે. પરની કોઈપણ પ્રકારની અપેક્ષા વિના ચેતન આતમજ આનો કર્તા છે. આ ધર્મપરિણતિરૂપ જ્ઞાનચેતના સમ્યક ક્રિયા છે. આમ કર્તા, કર્મ અને ક્રિયાનો ભેદ કથનમાત્ર છે. આમ તો ત્રણે જ્ઞાનમય હોવાથી અભિન્ન (અભેદ) જ છે. (૧૦) ધર્મનો પ્રારંભ જ આત્માનુભૂતિથી થાય છે અને પૂર્ણતા પણ એની પૂર્ણતામાં થાય છે. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધક માટે એકમાત્ર આજ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવું એજ સાધકનું મૂળ પ્રયોજન છે. (૧૧) યુક્ત પ્રયોજનની સિધ્ધિ હેતુ જે વાસ્તવિકતાઓની જાણકારી આવશ્યક છે એને જે પ્રયોજનભૂત તત્વ કરે છે. અને એના સંબંધમાં કરવામાં આવેલ વિકલ્પાત્મક પ્રયત્નજ તત્ત્વવિચાર કહેવામાં આવે છે. ‘હું કોણ છું?” (જીવ તત્વ), “પૂર્ણ સુખ શું છે?” (મોક્ષ તત્વ) આ વૈચારિક પ્રક્રિયાના મૂળભૂત પ્રશ્ન છે. હું સુખ કેમ પ્રાપ્ત કરું અર્થાત્ આત્મા અતીન્દ્રિયઆનંદની દશાને કેમ પ્રાપ્ત કરે? જીવતત્વ - મોક્ષતત્વ સ્વરૂપ કયા પ્રકારે પરિણમિત થાય? આત્માભિલાષી મુમુક્ષુના માનસમાં નિરંતર આ મંથન ચાલતું જ રહે છે. (૧૩) એ વિચારે છે કે ચેતન તત્વથી ભિન્ન, જડ તત્વ સત્તા લોકમાં છે. આત્મામાં પોતાની ભૂલથી મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. તથા શુભાશુભ ભાવોમાં જ - પરિણતિમાં જ આ જીવ ઉલજી ગયો છે. જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને જાણીને આત્મનિષ્ઠ નહી થઈ જાય ત્યાં સુધી મુખ્યતઃ મોહ-રાગકેયની ઉત્પત્તિ થતી જ રહેશે. એની ઉત્પતિ અટકે એનો એક માત્ર ઉપાય ઉપલબ્ધ જ્ઞાનનો આત્મ-કેન્દ્રિત થઈ જવું છે. આનાથી શુભાશુભ ભાવોનો અભાવ થઈને વીતરાગ ભાવ ઉત્પન્ન થશે. એ એક સમય એવો થશે જ્યાં - II (૧૨) ૨૪

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48