Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 28
________________ ૯) (૨) કાવલબ્ધિ (૩) ભવિતવ્યતા (૪) પ્રારબ્ધ (૫) પુરુષાર્થ અહીં તો દુઃખ મુક્તિના પુરુષાર્થની વાત છે. સત્ય - યથાર્થ - કાર્યકારી પ્રયોજન સિધ્ધ થાય એ પુરુષાર્થ યથાર્થ નિર્ણય કરવાનો પુરુષાર્થકરી તેનું શ્રદ્ધાન કરવાનું છે. ક્રિયાકાંડ એ પુરુષાર્થ નથી - એ તો ભમ્ર છે. (૧૦) આપણું અત્યારનું મતિ, શ્રુત જ્ઞાનનું સોપશમ આ નિર્ણય કરવા પુરુષાર્થ કરે તો આ મનુષ્યભવમાં શક્ય છે. (૧૧) આ જ અવસર છે. આ દેહ છોડતાં પહેલાં, આ દર્શનમોહનો નાશ કરવાનો નિર્ણય કરવાનો છે; મિથ્યાત્વને ઓગાળવું પડશે. (૧૨) આના ઉપાય છે - સતત ભેદ-જ્ઞાન-હું સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન છું. સ્વરૂપની સમજણ -સ્વરૂપની સાચી અનુભૂતિ સત્સંગ અને સ્વાધ્યાય -સ્વજાગૃતિ અને ધ્યાન અનુભવીઓનો (જ્ઞાનીઓનો) સંગ - એકાંત આત્મસ્મૃતિ. - સ્વાધ્યાય શીલતા (૧) વારંવાર સત્સંગનો યોગ અને સંતમહાત્માઓનો પરિચય. (૨) પ્રશસ્ત ક્રમનું નિયમથી અનુસરણ, એટલે કે મનને જરા પણ નવરું ન રહેવા દેતાં કાંઈને કોઈ સારા કાર્યમાં નિરંતર જોડાયેલું રાખવું. (૩) સાસ્ત્રોનો પધ્ધતિપૂર્વક અને નિયમપૂર્વક અભ્યાસ.. (૪) પરમાત્માની ભક્તિ-પૂજા-સ્તુતિ વડે વિનયગુણની આરાધના અને પોતાના દોષો પ્રત્યે સજાગતા. (૫) સારી ટેવો પાડીને અને ઉપયોગી નિયમો ધારણ કરીને વ્યસન રહિતતાની સિધ્ધિ અને નિયમિત જીવન જીવવાની ટેવ જેથી ઈન્દ્રિયો અને મનનું જીતવું | સરળ થાય અને સાધનામાં મન સહેજે સ્થિર થઈ શકે. (૬) મનને ઉન્મત બનાવનાર બાહ્ય સાધનોનો અપરિચય; નાટક, સિનેમા, ભવાઈ, કલબ, અશિષ્ટ મનોરંજનમાં ન જોડાવું તે. (૭) અશિષ્ટ સાહિત્યનો અપરિચય - કામોત્તેજક વાર્તાઓ, ફોટાઓ, નવલિકાઓ કે ગાયન-નાટકન વાંચવા અને તે પુસ્તકો વગેરે પોતાની પાસે પણ ન રાખવાં. (૮) આહારવિષયકશિસ્તમાં બહુમરી-મસાલાવાલા પદાર્થોનો અને ડુંગળી-લસણ વગેરેનો ત્યાગ. માંસાહાર, દારૂ અને ગાંજો-ચરસ-અફીણનો સર્વથા ત્યાગ. બહુ ગરિષ્ટ પદાર્થો ઘી-દૂધ-મલાઈ-વગેરેનું માત્ર અમુક પ્રમાણમાં જ ગ્રહણ જેથી સામાન્ય શરીર-સ્વાસ્થય જળવાય, પરંતુ ઈન્દ્રિયો ઉન્મત ન બને. પ્રસન્નતાથી સ્વાધ્યાય, સત્સંગ અને ધ્યાનમાં મન લગાવવાથી સાધનામાં સ્થિરતા આવતી જશે અને તત્ત્વનો અભ્યાસ અને નિર્ણયથી આત્મજાગૃતિ સતત વધતી રહેશે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48