Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 26
________________ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્ત્વનિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે, ત્યારે તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષયકષાયનાં જ કાર્યોમાં પ્રવર્તે કાંતથા તો વ્યવહારધર્મકાર્યોમાં પ્રવર્તે તો અવસર ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે. (૧૭) આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તસ્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિ હીન થાય છે તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વમાં યથાવત પ્રતીતિ આવે છે. હવે આનું કર્તવ્ય તો તત્વનિર્ણયનો અભ્યાસ જ છે. કર્મનો મંદ ઉદય હોય ત્યારે જ પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે અને તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. (૧૮) માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવો કઠણ છે; તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃતિ કરવી. (૧૯) મુક્તિ માટેનો સર્વજ્ઞનો લાધવગુણયુક્ત ઉપદેશ છે કે “હું ચૈતન્ય સ્વરૂપ, એકલો, ત્રિકાળી, નિર્મળ આનંદ સ્વરૂપ જ્ઞાયકભાવ છું” આ ભાવનું મનનચિંતન ધ્યાન-ભાવભાસન અને નિર્ણય થતાં આત્માની સાક્ષાત અનુભૂતિ થાય છે (૨૦) આત્મપિપાસુ જીવો પરભાવોમાં નિસ્પૃહ થઈને શુદ્ધ ચિતૃપની પ્રાપ્તિ માટે અસંગ બની, આત્મધ્યાન રૂપી વ્રજ વડે અનાદિકાળના ભવબંધનને ભેદી નાખે છે. જે સિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનના અભ્યાસથી થયા છે. તથા જે બંધાયા છે તે ભેદ વિજ્ઞાનના અનઅભ્યાસથી-તેના અભાવથી સંસાર રૂપ બ્રમણમાં બંધાયા છે. તેથી શુદ્ધ ચિદ્વપના ધ્યાન માટે ચિંતાનો અભાવ, એકાન્તવાસ, સમીપ મુક્તિગામીતા, ભેદ-વિજ્ઞાન તથા નિર્મમતા પ્રધાન છે. આ જ મુક્તિનો મહામાર્ગ છે. મન-વચન-કાયાથી “હું શુદ્ધ ચિપ છું' એમ સ્મરણ કરતાં ભાવભાસન કરતાં, અહોનિશ સાતત્ય અનુભવતાં આત્મજ્ઞાનપ્રાપ્તિ સહજ ઉર્દિત થાય છે. યથાર્થ લક્ષ્ય થતાં લક્ષ્યવાન લક્ષિત થાય છે. યથાર્થ મહિમા આવતાં મહિમાવાન અનુભવાય છે. પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત થતાં જ્ઞાનવાન અનંતશક્તિનો પિંડ પરમચૈતન્ય પરમાત્મ દશા પમાય છે. આત્મસ્વરૂપનું ચિંતન-મનન-નિદિધ્યાસન-ભાવભાસન થતાં આત્મદર્શન સુલબ બને છે. ભવ્ય આત્મા જ્ઞાતાદ્રષ્ટારૂપ એક અંખડ પ્રતિભાસમય ચૈતન્ય પરમાત્મામાં

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48