Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 24
________________ (૭) યથાર્થ પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ (૧) મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં સ્વભાવ પ્રમાણે થાય છે? કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે? (૨) એક કાર્ય થવામાં અનેક કારણો બને છે. આ પાંચ સમવાય જ્યારે થાય ત્યારે જ કાર્ય થાય એ વાત તો સહજ સમજાય એમ છે. (૧)સ્વભાવ (૨) કાળલબ્ધિ (૩) ભવિતવ્યતા (૪) પ્રારબ્ધ (૫) પુરુષાર્થ. (૩) જ્યારે મોક્ષનો ઉપાય બને છે ત્યાં પ્રથમ ચાર સમવાય તો બને જ છે, તથા નથી બનતો ત્યાં એ કારણે નથી મળતાં. (૪) જે કાળમાં કાર્ય બને છે તેજ કાળલબ્ધિ. જે કાર્ય થયું તે જ હોનહાર (ભવિતવ્યતા). કર્મનો ઉપશમાદિક (પ્રારબ્ધ) એ તો પુદ્ગલની શક્તિ છે. સ્વભાવ (ગુણધર્મ) મોક્ષના ઉપાય માટે તો છેજ. પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તો તે આત્માનું કાર્ય છે. (૫) હવે આ આત્મા જ કારણથી કાર્યસિધ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિધ્ધિ પણ અવશ્ય થાય જ. તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિધ્ધિ થાય, ન મળે તો ન થાય. (૭) હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ અને ભવિતવ્યતા પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયાં તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે. તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો. (૮) જે જીવો પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતા નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મના ઉપદેશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતા નથી તેને તો કોઈ કારણ. મળતાં નથી તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એવો નિશ્ચય કરવો. (૯) ઉપદેશતો બધા સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? ૧૮

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48