Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 23
________________ છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિધ્ધિનું સાધન નથી. (૪) દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહીં અને દર્શન મોહના અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. (૫) જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે ને ભેદજ્ઞાનના અભ્યાસથી કેવળજ્ઞાન થાય છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તેજ સાચી કળા છે. અનાદિ પરિભ્રમણમાં જીવ નિગોદથી માંડી નવમી રૈવેયક સુધી અનંતવાર ગયો, પણ શરીર હું છું ને રાગાદિ વિભાવની ક્રિયા હું છું એવા પસન્મુખ પરિણામ સાથે એકતાનો પ્રવાહ એક ક્ષણ પણ બદલ્યો નહિ- આત્માના સ્વભાવનો અભ્યાસ કર્યો નહિ; કેમકે તેને પોતાનું જ સ્વરૂપ છે તે તો ખ્યાલમાં આવ્યું નહિ, તો પોતાનું અસ્તિત્વ ક્યાંક માનવું તો પડશે ને?તેથી શરીર, વાણી કે રાગાદિ જે કાંઈ ચીજ જાણવામાં આવી તેમાં, આ મારું અસ્તિત્વ છે' એમ મનાયું અને “આ જ્ઞાનસ્વરૂપ આત્મા મારું અસ્તિત્વ છે એ છૂટી ગયું. કાર્ય અઘરું તો છે, કેમ કે અનાદિ જે પ્રવાહ છે તે બદલવાનો છે. નદીના પાણીનો પ્રવાહ એક બાજુથી બીજી બાજુ વાળવાનું કામ કઠણ પડે, તેમ આ અનાદિ પરસમુખતાનો પ્રવાહ બદલવો અને સ્વસમ્મુખ થવું તે અઘરું કામ તો છે, પણ તે કામ પોતે જાતે જ કરવાનું છે. ભાઈ! પરની આશા છોડી દે અને ભગવાન આત્માના નિર્વિકલ્પ જ્ઞાનસુધારસને પી. દુનિયા મને માને કે ન માને, જાણે કે ન જાણે, મારે કોઈ જાતની આશા નથી, બધી આશાપિપાશા છૂટી ગઈ છે. વસ્તુમાં જે છે-અનંતજ્ઞાન, બેહદ અપરિમિત આનંદ વગેરે અનંત ગુણવૈભવ - તેજ મારે જોઈએ છે એવી જેને અંદરથી ભાવના છે તે સાચો જિજ્ઞાસુ છે. વસ્ત્રમાં જેમ તાણાવાણા વણાઈ જાય છે. તેમ પૂર્ણાનંદ કંદ જ્ઞાયકની રુચિનું પોષણ અને તત્ત્વનું ઊડું ઘૂંટણ અંદર ચૈતન્યનની સાથે વણાઈ જવું જોઈએ, અને તો જ સાધનાનું - સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગનું કાર્ય થાય. લીંડાં પીપરને ૬૪ પહોર ધૂરંવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ બહાર આવે છે. કોઈ દયા-દાન કે વ્રત-ભક્તિ કરતાં કરતાં સ્વરૂપ બહાર આવે છે એટલે કે લગત થાય છે-એમ નથી; એ તો વિકારી ભાવ છે, તેનાથી આતમાની પ્રાપ્તિ કદી થાય નહિ. ભાઈ! આ તો જેને અંદર આત્માની પ્રસિદ્ધિ - આત્મખ્યાતિ, આત્માનુભૂતિ પ્રગટ કરવી હોય તેને માટે આ વાત છે. * * * * અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે, તેની દ્રષ્ટિ, જ્ઞાન ને ભાવનારૂપ કારણ દેવું જોઈએ. રાગ અને જ્ઞાન વચ્ચે સાંઘ છે, બને એક થયાં નથી, અજ્ઞાની એક માને છે. પ્રજ્ઞાછીણી વડે બંને પોતપોતાનાં નિયત લક્ષણે જુદાં પડી જાય છે માટે કદી એક થયાં જ નથી. તેને જુદા પાડવા | માટે તીવ્ર રુચિ અને દ્રષ્ટિનું કારણ આપવું જોઈએ. કારણ આપે તો જ કાર્ય થાય.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48