Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 27
________________ ચિત્તને સંલગ્ન કરતાં જ્ઞાન-દર્શનનો અનુભવ થાય છે. અનુભવકાળે તો અતિન્દ્રિય આનંદના ફુવારા ઊડે છે. જ્યાં મન-બુધ્ધિ-ચિત્ત કશું જ કાર્યકારી નથી, માત્ર પરમ ચૈતન્ય અવસ્થા બની રહે છે. શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિના ઉપાયો અનેક છે પણ ધ્યાન જેવો ઉપાય થયો નથી, છે નહિ અને થશે પણ નહિ. માટે નિરંતર આત્મધ્યાનનો પુરુષાર્થ જાગ્રતઆત્માર્થી જીવે અવશ્ય કર્તવ્ય છે. તત્ત્વજ્ઞાન અર્થાત આત્મજ્ઞાન પ્રથમ છે. તત્ત્વ એટલે પદાર્થ અને જ્ઞાન એટલે જ્ઞાતાપણું તેમાં લીનતા થતાં યથાર્થ ભાવ પ્રગટે છે. તેજ સર્વજીવનું પોતીકું સ્વરૂપ છે. તેજ સ્વરૂપ બધા પ્રાપ્ત કરે એજ શુભ ભાવના ! યથાર્થ પુરુષાર્થ” (૧) જીવનનું પ્રયોજન શું છે? આ જીવને દુઃખ નથી જોઈતું. સુખ જોઈએ છે. (૨) દુઃખના અભાવને સુખ કરે છે. (૩) દુખના કારણોનું નિવારણ કરવામાં આવે તો દુઃખનો અભાવ થાય છે. (૪) દુઃખના કારણો કયા? (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ (૫) મિથ્યાત્વ (વિપરીત માન્યતા) શું છે? જે મારુ નથી અને મારું માન્યું છે. (પદ્રવ્યો) જે મારુ છે એને મારું માન્યું નથી. (આત્મા) અજ્ઞાનતા શું છે? મિથ્યાજ્ઞાન શું છે? જેમાં મારું સુખ નથી તેમાં મારું સુખ જાણ્યું છે. સંસાર) જેમાં મારું સુખ છે તેમાં મારું સુખ જાણ્યું નથી. (આત્મા) હું આત્મા છું અને હું સુખરૂપ છું (૬) પ્રશ્ન છે અભિપ્રાય બદલાવવાનો.... પ્રશ્ન છે નિર્ણય કરવાનો પ્રશ્ન છે નિશ્ચય કરવાનો પ્રશ્ન છે અનુભવ કરવાનો (આનું જ નામ યથાર્થ પુરુષાર્થ) (૭) હું પરમાત્મા છું એવો નિર્ણય કર, નિશ્ચય કર, અનુભવ કર. (૮) કોઈપણ કાર્ય થવા માટે પાંચ સમવાય જરૂરી છે. (૧) સ્વભાવ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48