________________
(૮) સ્વાનુભૂતિ (૧) સાચું સુખ મેળવવા માટે આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી, સ્વયંને આત્માને)
જોવો પડશે, સ્વયંને જાણવો પડશે, કારણકે આપણું સુખ આપણા આત્મામાં છે. આત્મા અનંત આનંદનો કંદ છે, આનંદમય છે, એટલે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ આત્મોન્સુખી થવું જોઈએ. પોતાની દ્રષ્ટિ આત્મા તરફ
કરવી પડશે. (૨) સાચું સુખ તો આત્મા દ્વારા અનુભવની વસ્તુ છે, કહેવાની વસ્તુ નથી,
દેખાડવાની વસ્તુ નથી.સમસ્ત પર પદાર્થો પરથી દ્રષ્ટિહટાવી, અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં તન્મય થવાથી એ પ્રાપ્ત કરી શકાય છે; કારણકે આત્મા પોતે સુખમય છે, એટલે આત્માનુભૂતિ જસુખાનુભૂતિ છે.
સ્વાનુભૂતિ છે. (૩) ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ પ્રતીત થાય છે કે આત્માને સુખ ક્યાંથી
પ્રાપ્ત કરવાનું નથી; કારણેકે એ શુખથી જ બન્યો છે, સુખમયે જ છે, સુખી જ છે. જે સ્વયં સુખસ્વરૂપ હોય તેને સુખ બીજે ક્યાંથી મેળવવાનું હોય? સુખ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, ભોગવવાની વસ્તુ નથી, અનુભવ કરવાની ચીજ છે. સુખ માટે તડપવું શું?તડપનમાં સુખનો અભાવ છે. સુખને ચાહવું શુ? ચાહ
સ્વયં દુઃખ રૂપ છે. ઈચ્છાનો અભાવ એજ સુખ છે. (૪) સુખ શું છેસુખ ક્યાં છે? સુખકેમ પ્રાપ્ત થાય?આબધા પ્રશ્નોનો એકજ જવાબ
છે. એકજ સમાધાન છે, અને તે છે “આત્માનુભૂતિ - સ્વાનુભૂતિ'. (૫) “કોણ છું?” “હું દ્વારા જે આત્માનું કથન કરવામાં આવે છે. તે આત્મા
અંતરોન્મુખી દ્રષ્ટિનો વિષય છે. અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્ત જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. સમસ્ત પરભાવોથી ભિન્નતા અને જ્ઞાના દિમય ભાવોથી અભિન્નતા જ એની શુદ્ધતા છે. એ એક છે. અનંત ગુણોની અખંડતા જ એની એકતા છે. આવો આ આત્મા માત્ર આત્મા છે. બીજું કાંઈ નથી. હું હુંજ છું. અને મારામાં બધું છે. હું પરિપૂર્ણ છું. આત્મા વાણીવિલાસ અને શબ્દજાળથી પર છે - માત્ર અનુભવગમ્ય છે. આત્માનુભૂતિ - આત્મતત્વ સબંધી વિકલ્પોનો અભાવ કરીને – નિર્વિકલ્પ દશા - પ્રકટ થવાવાળી સ્થિતિ છે. આત્મા નિર્વિકલ્પા - સ્વસંવેદ્ય તત્ત્વ છે.
નિર્વિકલ્પક તત્ત્વની અનુભૂતિ વિકલ્પો દ્વારા નથી કરી શકાતી. (૬) અન્તરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મસાક્ષાત્કાર સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે.
વર્તમાન પ્રગટજ્ઞાનને પરલક્ષથી ટાવી, સ્વદ્રવ્યમાં (ત્રિકાળી ધ્રુવ આત્મ તત્વ) લગાડી દેવું એજ આત્મસાક્ષાત્કારની સ્થિતિ છે. આ સ્થિતિ જ્ઞાન તત્વથી નિર્મિત થવાથી, જ્ઞાન તત્વની ગ્રાહક હોવાથી અને સમ્યજ્ઞાન
૨૩