Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 31
________________ સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ થઈને આત્મા થઈને આત્મા વીતરાગપરિણતિરૂપ પરિણમિત થઈ જાય. બીજા શબ્દોમાં પૂર્ણ જ્ઞાનાનંદમય પર્યાયરૂપ પરિણમિત થઈ જાય. (૧૪) ઉપર જણાવેલ વૈચારિક પ્રક્રિયા જ તત્ત્વવિચારની શ્રેણી છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નિરંતર તત્ત્વમંથનની પ્રક્રિયા છે. પરંતુ તત્ત્વમંથનરૂપ વિકલ્પોથી આત્માનુભૂતિ પ્રાપ્ત નથી થતી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગત પરથી દ્રષ્ટિ હટાવવી પડશે. આત્માથી ભિન્ન- શરીર- કર્યાદિ જડ (અચેતન) દ્રવ્યતો પર જ છે. પોતાના આત્માને છોડી અન્ય ચેતન પદાર્થ પણ પર છે, તથા આત્મામાં પ્રતિસમય ઉત્પન્ન થવાવાળી વિકારી-અવિકારી પર્યાયો (દશા) પણ દ્રષ્ટિનો વિષય નથી બની શકતી. એનાથી પણ પરઅખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મા છે. એ એજ એકમાત્ર દ્રષ્ટિનો વિષય છે. જેના આશ્રયથી આત્માનુભૂતિ પ્રગટ થાય છે. તેને ધર્મ કહેવામાં આવે છે. આ આત્મતત્ત્વપ્રતિ વર્તમાન જ્ઞાનના ઉઘાડનો સર્વસ્વસમર્પણ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. આ એક અનિવાર્ય શરત છે. આ બાબત એક નિષ્ઠા અતિ આવશ્યક છે. વિકલ્પદશામાં તત્ત્વનો વિચાર બધી બાજુએથી કરવાનો હોય છે. પણ જ્યારે નિર્વિકલ્પ દશાની વાત આવે છે-સ્વાનુભૂતિની વાત આવે છે ત્યારે અભેદ આત્મા એકજ દ્રષ્ટિનો વિષય છે. (૧૫) આ આત્મા પોતાની ભૂલથી પર્યાયમાં ગમે તેટલો ઉન્માર્ગી બને, પણ આત્મસ્વભાવ તેને કોઈ દિવસ છોડી દેતો નથી. આત્માનો પરમ પારિણામિક ભાવ તો હંમેશા એવો જ રહે છે અને એટલે આત્મા હમેશાં વિશુદ્ધ જ છે. એ કોઈ દિવસ મલિન કે અશુદ્ધ થતો જ નથી. આ જ કારણે મોક્ષતત્ત્વ છે અને એનો ઉપાય પણ છે. ફક્ત વાત એટલીજ છે કે જ્યાં સુધી આ આત્મા પોતાની દ્રષ્ટિને સમસ્ત પરપદાર્થોથી હટાવી આત્મનિષ્ઠ નહિ થાય ત્યાં સુધી આત્મસ્વભાવની સાચી અનુભૂતિ પ્રાપ્ત થઈ શકતી નથી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા બાહ્ય સાધનોની રંજમાત્ર પણ અપેક્ષા નથી. આવશ્યકતા નથી. કારણકે સ્વયંને -સ્વયંનીજ - સ્વયંદ્રારાતો અનુભૂતિ કરવી છે. આત્માનુભૂતિમાં પરના સહયોગનો વિકલ્પ પમ બાધક છે. સાધક નથી. એટલે આત્માનુભૂતિના અભિલાષી મુમુક્ષુઓને પરના સહયોગની કલ્પનામાં આકુલીત ન રહેવું જોઈએ. જ્ઞાન (આત્મા)નો જ્ઞાન કરવા માટે જ્ઞાન (પ્રકટ જ્ઞાન પર્યાય)ને જ્ઞાનમાં (આત્મામાં) લગાવવો પડશે. ધર્મ પરિભાષા નહીં - પ્રયોગ છે. આત્માનુભૂતિ પ્રયોગ છે. એટલે ર૫

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48