Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 25
________________ E (૧૦) જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય નથી કરી શકતો. ઉપદેશ તો શિક્ષામાત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. (૧૧) દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી સર્વ પ્રકારે તપશ્ચયરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિધ્ધ ન થયું. માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિધ્ધ નથી? (૧૨) અન્યથા (સમજણ વગર) પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિધ્ધિ થાય? તપશ્ચર્યાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે, અને આ જીવ તેનાથી મોક્ષ ઈચ્છે છે. તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે. (૧૩) એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે? સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પણ એ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણકે નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ - અનુભાગ ઘટે છે. (૧૪) નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને? એકેન્દ્રિયાદિને વિચા૨ ક૨વાની શક્તિ નથી, એને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે, પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી, એ તો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી. (૧૫) સમ્યક્ત્વ-ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? '; તત્ત્વનિર્ણય ક૨વામાં ઉપયોગ લગાવતો નથી એતો આનોજ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયં જ મોહનો અભાર થતાં સમ્યક્ત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી તો મુખ્યપણે તો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એજ પુરુષાર્થ ક૨વાના અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થાશે. વળી તત્ત્વ નિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ, પણ તારો જ દોષ છે. તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કરે છે, પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ તું જાણતો નથી. હિતરૂપ જાણી તેનો ઉદ્યમ બને તે ન કરે એ અસંભવિત છે. (૧૬) જે વિચારશક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ 5 ૧૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48