Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 22
________________ તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સપુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્રભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારેય પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપજ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમસમ્યક દ્રષ્ટિપુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પતિ કોઈપણ અન્યદ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તેજ ભ્રાંતિનિવૃત કરી શુદ્ધ ચૈતન્યનિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃતિ વ્યાવૃત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંતિ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યાં તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સપુરુષોને નમસ્કાર.. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ પરમોત્કૃષ્ટ, અંચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજવરૂપમય ઉપયોગ કરું છું તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક ૮૩૩) થોડુંક ચિંતનઃ (૧) જાણન પર્યાય અને જાણનગુણ એવા લક્ષણો વડે આત્માને જાણી શકાય એ " એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંતગુણ છે. અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. . (૨) આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ કરતાંજ આત્મ પ્રાપ્તિ થાય છે. (૩) જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાશન વધતું જાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે, ત્યાં મોહનો સમૂહનાશ પામે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48