Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 20
________________ [() પ્રયોજનભૂત શું છે? (૧) આ જીવને પ્રયોજન તો એકજ છે- દુઃખ ન હોય અને સુખ હોય. કોઈપણ જીવને બીજું કોઈ પ્રયોજન નથી. (૨) દુબનું ન હોવું - તેજ સુખનું હોવું છે. કારણકે દુઃખનો અભાવ એજ સુખ આ પ્રયોજનની સિદ્ધિ સાત તત્ત્વોનું સત્ય શ્રધ્ધાન કરવાથી થાય છે. તત્ત્વાર્થ શ્રધ્ધાન મોક્ષમાર્ગ! તત્વાર્થ સૂત્રમાં આમ કહ્યું છે. આ જીવને દુઃખના ત્રણ કારણ મુખ્યપણે બતાવ્યા છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ... (૫) દુઃખ દૂર તોજ કરી શકાય જો એના કારણનું નિવારણ થાય. સહજ સમજાય એવી વાત છે. (૬) અનાદિકાળથી જીવ મિથ્યાત્વ- વિપરીત માન્યતાથી જે પોતાનું નથી તેને પોતાનું માની રહ્યો - તેમ સુખની કલ્પના કરી બેઠો છે - હવે જેમાં સુખ ન હોય તો તેમાંથી કેમ મળે? (૭) એનો એ સાયો મા, ના હંસ રાંન્ગો ! सेसा मे बहिरामावा, राव्वे संजोग लखणा ।। જ્ઞાન દર્શન યુક્ત એક મારો આત્મા શાશ્વત છે. એ સિવાયના બધાજ પૌદગિલિક સંજોગો એ બધા મારા આત્માથી પર છે. (૮) આ જીવને પોતાનું પરનું જ્ઞાન આવશ્યક છે - જે મારું નથી એમાં મમત્ત્વ અહંકાર કરીને જીવ દુઃખ ભોગવે છે. આપ સ્વયં જીવ છે. શરીરાદિક અજીવ છે. આવી રીતે જીવ-અજીવનું જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય. પોતાની અને પરની ભિન્નતા ભાશીત થવી જોઈએ. એવું લાગવું જોઈએ. એવું અનુભવમાં આવવું જોઈએ. આ જ વાતને શાસ્ત્રમાં ભેદ-વિજ્ઞાન કહી છે. આ ભેદનું યથાર્થ જ્ઞાન કરવાથી, શ્રધ્ધાન કરવાથી, અન્યથા જે દુઃખ થતું હતું તે દુઃખ દૂર થાય છે. આ માટે વિસ્તારથી જીવ-અજીવ તત્ત્વને જાણવા. (૯) તથા દુઃખનું કારણ તો કર્મબંધન છે - અને તેનું કારણ પણ મિથ્યાત્વાદિ આવે છે. જો એમને ન ઓળખીએ - એને દુઃખનું મૂળ કારણ ન જાણીએ તો પછી એનો અભાવ કેમ થશે?જો એમને જેમ છે તેમને જાણીએ, તો એનો અભાવ નહીં કરીએ. અને ત્યારે દુઃખી જ રહીએ - આ માટે આવ તત્ત્વને જાણવું. (૧૦) તથા સમસ્તદુઃખનું કારણ કર્મબંધન છે - જો એને ન જાણીએ તો મુક્ત થવાનો ૧૪

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48