Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 19
________________ (૧૮) કમબદ્ધપર્યાય જગતના જીવોનું પરિણમન ક્રમબદ્ધ છે એટલે બધા પ્રકારની કર્તાબુદ્ધિ છોડી – આત્મપુરુષાર્થમાં લાગવું. રત્ન કણિકા બંધન શું છે? - બંધન ત્યાં સુધી બંધન છે, જ્યાં સુધી બંધનની અનુભૂતિ છે. જો કે પર્યાયમાં બંધન છે, તો પણ આત્માતો અબંધ વભાવી જ છે. અનાદિકાળથી આ અજ્ઞાની પ્રાણી અબંધ વભારી આત્માને ભૂલીને બંધન પર કેન્દ્રિત થઈ રહ્યો છે. વસ્તુતઃ બંધનની અનુભૂતિ જ બંધન છે. વાસ્તવિકતામાં હું બાંધેલો છું આ વિકલ્પથી જ જીવ બંધાયો છે. લૌકિક બંધનથી વિકલ્પનો બંધન અધિક મજબૂત છે. વિકલ્પનો બંધન તૂટી જાય તથા અબંધની અનુભૂતિ સધન થાય તો બાહ્યબંધન પણ સહજ તૂટી જાય ચે. બંધનના વિકલ્પથી, સ્મરણથી, મનનથી દીનતા-હીનતા નો વિકાસ થાય છે. અબંધની અનુભૂતિથી મનનથી,ચિંતનથી શોર્યનો વિકાસ થાય છે. પુરુષાર્થ સહજ જાગૃત થાય છે, પુરુષાર્થની જાગૃતિમાં બંધન ક્યાં? ભગવાન આત્મા પૂર્ણ સચ્ચિદાનંદ દેવાધિદેવ છે. આત્મા વસ્તુ છે ને? જે વસ્તુ હોય તે સ્વભાવે અસુદ્ધ ન હોય, ઊણી ન હોય, તેને આવરણ ન હોય; જ્ઞાયક વસ્તુ પણ આનંદ આદિ અનંત ગુણમય પોતાની પ્રભુતાથી બરેલું પરિપૂર્ણ તત્ત્વ છે. પ્રભુ! તું તને ભૂલી ગયો છો. આ દેહ છે તે માટીનો - ધૂળનો છે, તે આત્મા નથી કે આત્મામાં નથી; વળી જે આ દયા-દાન, કામ-ક્રોધના વિકલ્પો ઊઠે છે. એ તો વિકાર છે, એ કાંઈ આત્મા નથી; એ તો નથી પણ અલ્પજ્ઞ પર્યાયપણે પણ આત્મા નથી. એ બધો તો પરના સંબંધે પર્યાયમાં થતો વ્યવહાર-અંશ છે, બંડખંડ ભાગ છે. અંદર જે અખંડ જ્ઞાયક દેવાધિદેવ બિરાજે છે તેની તને ખબર નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા અનાદિથી રાગ સાથે એકતા માનીને ગૂંચવાઈ ગયો છે. જો તે જ્ઞાન અને આનંદસ્વરૂપ પોતાના સહજ અસ્તિત્ત્વને પકડે તો સ્વ-પરના એકત્વની જાતિના કારણે અનાદિથી ઊભી કરેલી તે ગૂંચવણ ટળી જાય. અરે ભાઈ!તારી મોજૂદગી રાગથી તક્ત જુદી છે; રાગાદી ભાવો તો લસિકવિભાવ છે અને તું તો જ્ઞાન સ્વભાવી કાયમી ચેતન પદાર્થ છો. રાગાદિથી | ભિન્ન જ્ઞાનસ્વરૂપ તારી ચીજની હયાતી પકડવા - સમજવા તું કદી નવરો ન થયો. આ દુર્લભ મનુષ્યજીવનમાં કરવાનું તો આ એકજ છે - સ્વ-પરનું ભેદવિજ્ઞાન બાકી બધાં થોથાં છે. અરેરે! જીવે આ વાત અનાદિ કાળના પરિમણમાં કદી જાણી નથી - પોતાને ક્યારેય જોયો નથી; જોયો હોય તો પરિભ્રમણ રહે નહિ. ભાઈ! અંદર કોઈ વસ્તુ છે કે નહિ? તત્ત્વ છે ને? તે તત્ત્વ પૂર્ણ વિજ્ઞાન ધન - આનંદધન છે. તારી જે પર્યાય પર વસ્તુને શેય બનાવીને જુએ છે તેને અંતરમાં વાવીને સ્વવસ્તુને જ્ઞાયકદ્રવ્યને-જો. જેમાં અપવિત્રતાનો, અપૂર્ણતાનો કેપૂર્ણતાનાં ભેદનો અંશ પણ નથી એવા પરમ પવિત્ર, પરિપૂર્ણ, અભેદ જ્ઞાયકતત્ત્વને અંતરમાં છે, તો તું પર્યાયમાં પણ એવો જ પ્રગટ થઈ જઈશ. અંતરમાં જે શક્તિ છે તેની પૂર્ણ વ્યક્તતા થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48