Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 17
________________ 街 44 પરંતુ તે સ્વયંના કાર્યને જાણતો નથી. માત્ર જ્ઞાનરૂપ રહેવાના પોતાના કાર્યે કે પુરુષાર્થને તે જાણતો નથી. પર્યાયમાં જે કંઈપણ બની રહે છે તે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બને છે - પરંતુ તે બધાને કરવાવાળો પોતે માની મિથ્યા કર્તાબુદ્ધિના કારણથી એના પુરુષાર્થમાં જ લાગેલો છે. ૫. આ જીવની પાંચમી અજ્ઞાન માન્યતા ભગવાનને કર્તા-હર્તા માનવાની છે. જગતનું પરિણમન સ્વયંસંચાલીત છે એ નથી જાણતો. ૬. આ જીવની છઠ્ઠી અજ્ઞાનતા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી છે. આચાર્યોએ સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યગ્યારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. અજ્ઞાનીએ વ્રત, જપ, તપ, પૂજાપાઠ, ભક્તિને મોક્ષ માની લીધું છે એ ભૂલ છે. જો માત્ર દેવ-ગુરુ-શાસ્ત્રમાં અંટકી ગયા તો પુણ્યબંધ થશે. એને માધ્યમ બનાવી આત્મદર્શન ક૨શોતો મોક્ષમાર્ગ બનશે. ૭. સાતમી અજ્ઞાનતા – તત્વજ્ઞાન સંબંધી છે. વસ્તુસ્થિતનું સ્વરૂપ જો યર્થાથ ન સમજાય તો પુરુષાર્થ અવળો થાય છે. જ્યાં તત્ત્વજ્ઞાન સાચું નથી ત્યાં અનંતાનુબંધી કષાય થાય છે. નિમિત્તને કર્તા માનવું એ અનંતાનુબંધીનો જન્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ પણ તત્ત્વની ભૂલ છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને યોગ્યરીતે ન સમજવો એ પણ તત્ત્વની ભૂલ છે. આ રીતે આ બધી માન્યતાઓનો વિવેકપૂર્વક ચિંતન-મનન કરી આ ભૂલો સુધારવાથી પોતાના સ્વરૂપની જાણ થાય છે. આત્મવિશુધ્ધિ (૧) શુદ્ધ આત્મા વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુળતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે. (૨) શુદ્ધ આત્માનું આરાધન ઃ જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે, અને પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું આરાધન કરીનેજ પ્રાપ્ત થયા છે. (૩) આત્મપ્રાપ્તિના સાધનો : મોક્ષ માટે સર્વજ્ઞનો ઉપદેશ અર્ધશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો. ‘હું શુદ્ધ ચિદ્રુપ છું’ ‘હું શુદ્ધાત્મા છું’ (૪) વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ ઃ વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુઃખી છે આ વાતનો અનુભવ કરો. E 5 ૧૧.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48