Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 16
________________ (૫) સ્વરૂપની સાચી સમજ (૧) પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે અને તેનો પ્રત્યેક પ્રયત્ન સુખ પ્રાપ્તિને માટે જ થાય છે, પરંતુ હજુ સુધી તેને દુઃખ સિવાય બીજું કાંઈપણ પ્રાપ્ત થયું નથી. (૨) જે સુખ એની પાછળ દુઃખ લઈ આવે છે તે વાસ્તવિક સુખ જ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહિ. (૩) “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત....” શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિધ્ધિ શાસ્ત્રમાં દુઃખનું કારણ બતાવ્યું છે. સાચું સુખ તો “સ્વ” માં છે. સુખ પરઆલંબીત હોઈ ન શકે. સાચું સુખ તો પોતાના આત્માને પોતાના સ્વરૂપને જોવું અને જાણવું અને તે સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે છે. શાસ્ત્રની ભાષામાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્ર એજ મોક્ષમાર્ગ છે. સુખ છે. | (૫) જીવની પીડા અને દુઃખનું કારણ છે - રાગ અને દ્વેષ... અથવા ચાર કષાય - ક્રોધ, માન, માયા, અને લાભ. (૬) જીવની પીડા અને દુઃખના મૂળમાં ત્રણ વસ્તુઓ છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ. (૭) આ તથ્યનો વિસ્તાર નીચેની સાત વાતોમાં છે. ૧. આ જીવની સૌથી પહેલી અને મૌલિક ભૂલ એ છે કે અનંત ગુણવાળા ચૈતન્ય તત્ત્વને પોતાનો નથી માનતો પણ જડ શરીરને પોતાનું અસ્તિત્ત્વ માની લીધું છે. ૨. જીવની બીજી અજ્ઞાનતા એ મિથ્યામાન્યતા પર આધારીત છે કે સુખ-દુઃખ પર” માંથી આવે છે અને “પર” જ મને કષાય કરાવે છે. એ ભૂલી જાય છે કે બીજાઓનું પરિણમન મારે આધીન નથી. મારો બગાડસુધાર મારે આધીન છે.પર મને દુઃખી, સુખી કરી શકે નહિ. અને હું પણ બીજાઓને સુખી, દુ;ખી કરી શકે નહીં. ૩. જીવની ત્રીજી અજ્ઞાનતા પરમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી રાગ-દ્વેષ કરવું છે. પર પદાર્થો જે એને અનુકૂળ રહે છે તેમાં એ ઈષ્ટની કલ્પના કરી રાગ કરે છે અને જે એને પ્રતિકૂળ રહે છે તેમાં અનિષ્ટની કલ્પના કરી દ્વેષ કરે છે ૪. જીવની ચોથી અજ્ઞાનતા એની કતૃત્ત્વ-બુદ્ધિ છે. આ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાતા-દ્રષ્ટા રૂપ રહેવા સિવાય કાંઈપણ તે નથી કરી શકતો. T - ૧૦

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48