Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 14
________________ ' சு ה! ભેદ જ્ઞાનની પ્રક્રિયાના અભ્યાસ દ્વારા દેહ અને આત્માના જુદાપણાનો અનુભવ થઈ શકે છે એવો બુદ્ધિ દ્વારા મુમુક્ષુ નિશ્ચય કરી લે છે. આ અભ્યાસને તત્ત્વપરિશાન કહેવામાં આવે છે અને તેનો અર્થ ‘વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણીને તેનો નિર્ણય કરવો' એવો થાય છે. (૪) હવે, દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું આત્મા છું એવી શ્રધ્ધા અને નિર્ણય પાકા થાય તે માટે, તેવો નિર્ણય જેમને થઈ ગયો છે તેવા સંતપુરુષનો સમાગમ વારંવાર કરવો જોઈએ, અને તેમની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને વારંવાર પાકો ક૨વો જોઈએ. આમ, જ્યારે સત્સંગ અને સદબોધની આરાધનાથી ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે તેનું સાધકપણું સુસ્થિત થાય છે, અને તેની દિનચર્યામાં સાત્ત્વિક ભાવોની વૃધ્ધિ થાય છે. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાની સાથે હવે તેની જીવનચર્યામાં અમુક પ્રકારની સાધના નિયમરૂપે ગોઠવાઈ જાય છે. આ પ્રમાણે સત્સંગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, દાનપ્રવૃત્તિ, તત્વવિચારણા, સંત-સમાગમ આદિ જેમ જેમ સ્થિરપણાને પામતાં જાય છે, તેમ તેમ ‘આત્મભાવના' વૃદ્ધિ પામતી જાય છે. (૫) આત્મવિચાર, આત્મસ્મરણ,આત્મધ્યાન અને આત્મઅનુભવ એમ સામાન્ય રીતે ચાર પ્રકારે આત્મભાવનાની સાધનાની પરિપક્વતાની શ્રેણીઓ છે. આ પ્રકારની આત્મભાવનાની સાથે સાથે પ્રભુ અને સદ્ગુરુના સ્વરૂપની અને તેમના ગુણોની પણ આરાધના કરવાની જરૂર છે. શુદ્ધ ભાવનામાં તો નિરંજન-નિરાકાર-સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવવાળા આત્માની ભાવના કરવાની છે. (૬) આ પ્રમાણે કોઈવાર આલંબન સહિતની આત્મભાવના અને કોઈવાર આલંબન વગરની આત્મભાવના, એમ સતત અભ્યાસ ક૨વાથી અત્મધ્યાનની ભૂમિકામાં પ્રવેશ થાય છે. (૭) જેને થોડું થોડું પણ આવું આત્મધ્યાન કોઈ કોઈ વાર થાય છે તેવા મહાન સાધકને કોઈ એક વાર આત્માનો અનુભવ થઈ જાય છે. (૮) જ્યારે આમ બને ત્યારેજ અજ્ઞાન-અવિદ્યાની ગ્રંથિનો ઉચ્છેદ થઈ, જ્ઞાનજ્યોતિનું પ્રાગટય થઈ, આત્માનંદની એક અપૂર્વ-અદભૂત લહેર ઊઠે છે, જેનાથી સાધક, સંત બની જાય છે. (૯) હવે તેના જીવનની સમસ્ત પ્રવૃત્તિઓમાં દિવ્યતા - સાહજિકતા દ્રષ્ટિગોચર થાય છે તથા અનેક લૌકિક અને લોકોત્તર ગુણો તેના જીવનમાં પ્રગટ થઈ જાય છે. 5

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48