Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 12
________________ (7 'મો (૪) વીતરાગ વાણી (૧) દરેક આત્મા સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા પૂર્ણ સામર્થ્યવાન છે. (૨) બધા આત્માઓ સમાન છે. પણ એક નથી. કોઈ નાનો મોટો નથી. પોતાની સમાન બીજા આત્માઓને જાણો. (૩) દરેક આત્મા સ્વયં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંત સુખથી ભરેલો છે. સુખ ક્યાંય બહારથી નથી આવતું. (૪) આત્મા જ નહીં, પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર પદાર્થનો હસ્તક્ષેપ છે જ નહિ. આખું જગત સ્વયં સંચાલીત છે. (૫) દરેક જીવ પોતાની ભૂલથી પોતે દુઃખી થાય છે અને પોતેજ પોતાની ભૂલ સુધારીને સ્વયં સુખી પણ થઈ શકે છે. (૬) પોતાને નહિ ઓળખવો એજ જીવની સૌથી મોટી ભૂલ છે, તથા પોતાનું સાચું સ્વરૂપ સમજવું એજ પોતાની ભૂલ સુધારવી એ છે. (૭) જો સ્વરૂપને સમજવા અને સ્વરૂપની અનુભૂતિ માટે સાચી દિશામાં યથાર્થ પુરુષાર્થ કરવામાં આવે તા દરેક જીવ સ્વાનુભૂતિ કરી પરમાત્મા બની શકે છે. (૮) ભગવાન (ઈશ્વર) જગતનો કર્તા-હર્તા નથી. એ તો સમગ્ર જગતનો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા છે. (૯) જે સમસ્ત જગતને જાણીને એનાથી પૂર્ણ અલિપ્ત વીતરાગ રહી શકે અથવા પૂર્ણ રૂપથી અપ્રભાવિત રહીને જગતને જાણી શકે તેજ ભગવાન છે. (૧૦) પોતાને જાણો, પોતાને ઓળખો, પોતાને માનો અને પોતામાં જ સમાઈ જાઓ તો સ્વયં ભગવાન બની જશો. એવી ‘“આત્મભાવના’ કરો. આત્મભાવના હું એક છું, અભેદ છું, અસંગ છું, નિવિર્કલ્પ છું, ચૈતન્યમાત્ર, શુધ્ધ, નિર્મમત છું. હું સહજ શુધ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો પરિપૂર્ણ છું. હું ઉદાસીન છું, જ્ઞાતાદ્રષ્ટા છું. હું સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. હું નિજ નિરંજન શુધ્ધાત્માના સમ્યગ્ શ્રધાન – જ્ઞાન અનુષ્ઠાનથી ઉત્પન્ન થતાં વીતરાગ-સહજાનંદરૂપ સુખની અનુભૂતિમાત્ર છું. હું સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું, જાણવા યોગ્ય છું, પ્રાપ્ત થવા યોગ્ય છું. હું અબધ-સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છું. હું જન્મ-જરા 5 R ક

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48