Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 11
________________ 街 મ (૯) આ ભૂલ સુધરે કેમ? ફક્ત દ્રષ્ટિ બદલાવવાની છે. ‘પર’ પરથી દ્રષ્ટિ હટાવી, શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે. આત્માને દ્રષ્ટિનો વિષય બનાવવો છે. શ્રીમદ્ રાજચંદ્રે આ વાત બહુ જ સરળતાથી કહી છે. ‘પરથી ખસ’ - ‘સ્વમાં વસ’ - ‘એટલું જ બસ’ - (૧૦) ‘બર્હિઆત્મામાંથી અંતર આત્મા તરફવળી પરમાત્મા બની જા’ (૧૧) સ્વને જાણો, સ્વને ઓળખો, સ્વમાં શ્રધ્ધાન કરો, સ્વમાં વસો, સ્વમાં શમાઈ જાવ – ‘સ્વ’ પરમાત્મા થઈ જાવ આજ મંત્ર છે. (૧૨) ‘અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખ ધામ” બીજુ કહીએ કેટલું, કર વિચાર તો પામ. પૂર્ણતાના લક્ષે શરૂઆત એજ વાસ્તવિક શરૂઆત છે. ‘હું પરમાઝ્મા છું’ એવું નક્કી કર. પરમાત્મા છું' એવો નિશ્ચય કર. ‘હું પરમાત્મા છું’ એવો અનુભવ કર. બસ, પરમાત્મા થવાની આજ વિધિ છે. ભાઈ! એક વખત તો માન કે ઃતું ‘ભગવાન આત્મા’ છે. જો ! જો! જો ! : -: રત્ન કણિકા : જો તને અતીન્દ્રિ આનંદ અને અંતરની સાચી શાંતી જોઈતી હોય તો મારી સામે શુ જુએ છે? તારી સામે જો. તું સ્વયં અનંતજ્ઞાન અને અનંત આનંદનો પિંડ પરમાત્મા છે. આજ દિવસ સુધી તેં શાન અને આનંદની ખોજ પરમાં જ કરી છે, પરની શોધમાં એટલો વ્યસ્ત રહ્યો છે કે હું કોણ છું? હું શું ? જાણવાનો અવસર જ પ્રાપ્ત થયો નથી. મારી સામે આંખો ફાડી ફાડીને શું જોઈ રહ્યો છે? તારી સામે જો! એકવાર આ જીજ્ઞાસાથી પોતાની તરફ જો. !! જાણવા લાયક, જોવા લાયક એકમાત્ર આત્મા જ છે, તારો પોતાનો આત્માજ છે. આ આત્મા શબ્દોથી સમજાવી શકાય એવો નથી, એને વાણીથી બતાવી શકાય એમ નથી. આ શબ્દજાળ અને વાણીવિલાસથી પર છે, આ માત્ર જાણવાની વસ્તુ છે, અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. એટલે સમસ્ત પર પદાર્થો, એના ભાવો અને પોતાના આત્મામાં ઉત્પન્ન થતાં વિકારી-અવિકારી ભાવોથી પણ દ્રષ્ટિ હટાવી એક વાર અંતરમાં ડોકિયું કર અંતરમાં જો! જો! જો! જો! અનન્ય રુચિ જાગૃત કર : એ તો નિશ્ર્ચિત છે કે આપણી જેટલી રુચિ વિષય-કષાયમાં છે એટલી રુચિ અધ્યાત્મમાં નથી. નહિ તો મુક્તિ સહજ છે. ‘રુચિ અનુપાયી વીર્ય’ના નિયમાનુસાર આપણી સંપૂર્ણ શક્તિ ત્યાંજ લગે છે, જ્યાં રુચિ હોય છે. સ્વાધ્યાય તપના ઉપચારને પ્રાપ્ત કરવા માટે આપણે આધ્યાત્મિક સાહિત્યમાં અનન્ય રુચિ જાગૃત કરવી પડશે. 5

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48