Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 15
________________ (૧૦) સત્સંગ, સ્વાધ્યાય, ગુણ-જીજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર આજ આત્મનિતનો ક્રમ છે. “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.” જ્ઞાનીનો ઉપદેશ સ્વભાવના સામર્થ્યને જો! - બિરાજમાન, દેહથી પર ભિન્ન એક ચૈતન્ય તત્ત્વ છે. જો કે એ ચેતન તત્ત્વમાં મોહ-રાગ-દ્વેષના વિકારી તરંગો ઉત્પન્ન થાય છે, તો પણ શાન આનંદસ્વભાવી ધ્રુવતત્ત્વ એનાથી ભિન્ન પરમપદાર્થ છે, જેના આશ્રયથી ધર્મપ્રગટ થાય છે. આ પ્રગટ થવાવાળા ધર્મને સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્ર કહે છે. - સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર દશા અંતરમાં પ્રગટ થાય, તે માટે પરમપદાર્થ જ્ઞાનઆનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વની અનુભૂતિ અત્યંત આવશ્યક છે. આ અનુભૂતિને જ આત્માનુભૂતિ કહે છે. આ આત્માનુભૂતિ જેને પ્રગટ થઈ ગઈ, પર' થી ભિન્ન ચૈતન્ય આત્મા જ્ઞાન જેને થઈ ગયું, તે શીધ્ર જ ભવ-જામણથી છૂટી જશે. “પર” થી ભિન્ન ચૈતન્ય આત્માનું જ્ઞાન જ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન અને આત્માનુભૂતિ સિંહ જેવી પર્યાયમાં પણ ઉત્પન્ન થાય છે. એથી હે જીવીતને એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. હે જીવ! તું પર્યાયની પામરતાનો વિચાર નહિ કર, સ્વભાવના સામર્થની તરફ જો. શરીર, વાણી વગેરે પરદ્રવ્યો તથા પરને લણે થતા શુભાશુભ વિબાવો તરફનું જે અનાદિનું વલણ છે તે બદલવાનું છે, પરિણામની દિશા ફેરવવાની છે. અરે! અંદર પોતે ભગવાન બિરાજે છે તેના તરફ તારું વલણ જતું નથી. અનાદિથી જે ઊંધો અભ્યાસ છે તે ફેરવવાનો છે, તેમાં ગુલાંટખાવાની છે. બહારનું જાણપણું વિશેષ હો કે ન હો, તેની સાથે કાંઈ સંબંધ નથી. રુચિનો જપ્રવાહ અનાદિથી પરને વિભાવ તરફ છે તેને બદલીને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વાળવાનો જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનને આનંદ આદિ અનંત અનંત ગુણવૈભવથી ભરેલું કોઈ અદૂભૂત તત્ત્વ છે. સ્વભાવરૂપ વિભૂતિને સુક્ષ્મ ઉપયોગ વડે એકાગ્રતાથી પકડવાથી તે આશ્ચર્યકારી દ્રવ્ય હાથમાં આવશે, જેનાથી તારી અનાદિની ભવામશરૂપ દીનતા ટળી જશે. અહા! આવું તત્ત્વ છે. જો તારે હિત કરવું હોય, ધર્મ કરવો હોય અને ભવનો અંત લાવવો હોય તો તત્તાનુસારી - સહજ | જ્ઞાન ને આનંદસ્વરૂપ, પૂર્ણ પ્રભુત્વમય, સહજ પરમ ઐશ્વર્યસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકતત્ત્વને અનુસરીને - પરિણમન કરવું એજ તારું કાર્ય છે. પુણ્ય-પાપ રૂપ વિકારી ભાવો અનાદિ કાળથી કરતો આવ્યો છે, પણ તે સંસાર છે, દુઃખમય છે અને પરિભ્રમણનું કારણ છે. હવે જો તારે ધર્મકાર્ય કરવું હોય તો જ્ઞાયકભાવ કોણ છે અને આ પુણ્ય-પાપમય વિકારી પરિણમન શું છે એનું ભેદજ્ઞાન કરી ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અનુસાર નિર્મળ દશા પ્રગટ કરવી એજ તારું કર્તવ્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યકરમણતા - એ તત્ત્વના અનુસાર થતી સાધકદશા છે, ધર્મીનો ધર્મ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48