Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 18
________________ -1 5 (૫) જીવનો પશ્ચાતાપ ઃ સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ વખત મેં જાણ્યું કે જોયું નથી. (૬) આત્મસ્મરણની પ્રતિજ્ઞા : સુખમાં, દુઃખમાં, મહાન રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના પ્રસંગમાં હું આત્માનું ચિંતન કરીશ. (૭) નિશ્ચય અને વ્યવહાર ઃ જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ આ બે નય વિના દ્રવ્યોનું અવલોકન બરાબર (યથાર્થ) થતું નથી. (૮) જડ ચેતનનો વિવેક : ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો અને તેનાથી ઉત્પન્ન થયેલી વિક્રિયાદિનો - ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહે છે. આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (૯) મોહ ત્યાગ : મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ રુચિ થતી નથી. મોહનો નાશ કરવા આત્માનું ધ્યાન કરો. (૧૦) અહંકારનો ત્યાગ : અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી. આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્ત્વભાવ પ્રગટે છે. (૧૧) આત્મ ઉપાસકોની દુર્લભતા ઃ મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે ૫૨ વસ્તુનું ચિંતન કરે છે કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે. (૧૨) જ્ઞાનાદિ રત્નત્રય ઃ સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્રની એકતા વિના મોક્ષમાર્ગ બનતો નથી. તે સીવાય ચિદ્રુપની પ્રપ્તિ થતી નથી. . (૧૩) વિશુધ્ધિનાં સાધનો ઃ જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલ્દી નાશ પામે તે ઉપાય મુમુક્ષુએ કરવા. આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તેજ મલીનતા છે. તે જેટલે અંશે ઓછી થાય તેટલી વિશુદ્ધિ પ્રગટે. (૧૪) આત્મલક્ષ : આત્મકલ્યાણના ઈચ્છુક મનુષ્ય – દરેક જાતના વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હટાવી પોતાનું ચિત્ત આત્મ તરફ વાળવું. દરેક ક્ષણે આત્માની સ્મૃતિ રહેવી જોઈએ. (૧૫) પરદ્રવ્યના ચિંતનનો ત્યાગ ઃ ૫રદ્રવ્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. (૧૬) જ્ઞાતા અને જ્ઞેય ઃ સ૨ાગતાથી પદાર્થનું જ્ઞાન ક૨વું તે દુઃખનું કારણ છે અને રાગ વિના શેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું કરાણ છે. ; (૧૭) ઉપાદાન અને નિમિત્ત ઃ શુદ્ધાત્માના આશ્રયેજ મોક્ષ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ. ' 5 ૧૨

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48