________________
ઉપાય નહી કરીએ ત્યારે એના નિમિત્તથી દુઃખ થાય. આ માટે બંધતત્ત્વને
જાણવું. (૧૧) તથા આમ્રવના અભાવ કરવાને સંવર કહે છે - એનું સ્વરૂપ જાણીએ અને
એમાં પ્રવર્તન નહી કરીએ - તો તે આઝવ છે જ. એમાં વર્તમાન તથા
આગામી કાળમાં દુઃખ જ થવાનું છે. એ માટે સંવરને જાણવો. (૧૨) તથા કથનચિત્ત જો કર્મબંધના અભાવને નિર્જરા કહે છે. જો એને ન જાણીએ
તો એની પ્રવૃત્તિનો ઊઘમજ નહિ થાય તો સર્વથા બંધ જ છે. જેનાથી દુઃખ
થાય છે. એ માટે નિર્જરા ને જાણવું. ૩) તથા સર્વથા સર્વ કર્મનો ક્ષય થવો એનું નામ જ મોક્ષ છે. જો એને નહિ
ઓળખીએ તો એનો ઉપાય નહિ કરીએ- તો પછી સંસારમાં કર્મબંધથી દુઃખ
જ સહન કરવું પડે – એટલા માટે મોક્ષતત્ત્વને જાણવો. (૧૪) આ પ્રમાણે જીવાદિ સાત તત્ત્વોને જાણવા. તથા શાઆદિથી કદાચીત એમને
જાણે, પરંતુ એવા જ છે એવી પ્રતીતિન આવી તો જાણવાથી શું થાય? એટલે એમનું શ્રધ્ધાન કરવું કાર્યકારી છે એટલે જીવાદિ તત્ત્વોનું સત્ય શ્રધ્ધાન કરવાથી જ દુઃખ હોવાના અભાવરૂપ પ્રયોજનની સિધ્ધિ થાય છે. એટલા
માટે જીવાદિ પદાર્થ છે - તેજ પ્રયોજનભૂત જાણવા. (૧૫) એના સિવાય અન્ય પદાર્થ છે તે અપ્રયોજનભૂત છે કારણકે એમનું યથાર્થ
શ્રધ્ધાન કરો કે ન કરો, એમનું શ્રધ્ધાન કાંઈ સુખ-દુઃખનું કારણ નથી આ રીતે જે કહેવામાં આવ્યા છે એવા પ્રયોજનભૂત જીવાદિક તત્વોની જાણ અને શ્રધ્ધાન કરવામાં આત્માનું હિત છે.
આત્મજાગૃતિ” સર્વદ્રવ્યથી, સર્વક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વપ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી. જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદનો અભાવ થઈ જે શુધ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહપ્રત્યે જેવો વચનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત-પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે,