Book Title: Aatmjagruti Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 9
________________ બચાવવાનો શુભ ભાવ થાય તે ખરેખર અહિંસાનથી,પણ હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, એવા ભાનપૂર્વક તેમાં લીન રહેતાં રાખ્યા દિની ઉત્પતિ જ ન થાય ને શાંતિની ઉત્પતિ થાય તે જખરી અહિંસા છે; આવી વીતરાગી અહિંસાતે ધર્મ છે, અને તે મંગળ છે. એ માંગલિકરૂપે નિયમસારની ૪૩મી ગાથામાં આત્મા આવો છે એમ કહ્યું - નિર્દડ ને નિદ્ધદ્ધ, નિર્મમ, નિશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન આત્મા નિર્મૂઢ છે. ત્રિકાળી ભગવાન, જેમાં દ્વન્દ નથી - બેપારું નથી, અતિ અખંડાનંદ પ્રભુ છે એવો જે સમભાવી વીતરાગ સ્વરૂપ પ્રભુ, તેનો નિર્ણય વિકલ્પ નિમિત્ત કે ધ્રુવ કરતો નથી, પરંતુ તેનો નિર્ણય પર્યાય કરે છે. ધ્રુવનો નિર્ણય પર્યાય કરે છે કે હું આ આત્મા, નિદડ તે આત્મા, નિદ્ધિ તે આત્મા, નિર્મમ તે આત્મા, શરીર રહિત તે આત્મા, નિરાલંબ તે આત્મા, નીરાગતે આત્મા, નિર્દોષ તે આત્મા, નિર્મૂઢ તે આત્મા, નિર્ભય એટલે કે મારા દુર્ગમાં-કિલ્લામાં કોઈનો પ્રવેશ નથી એટલે ધ્રુવનો એવો કિલ્લો છે કે એમાં કોઈનો પ્રવેશ નથી – એવો હું છું. આત્માને એવો જાણવો, એવી દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો એ માંગલિક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય ઘન છે, તેને વર્તમાન નિર્મળ પર્યાય ગ્રહે છેકે આ હું આ આત્મા હું છું એમ દ્રવ્યની સન્મુખ થયેલી પર્યાય આ રીતે દ્રવ્યનો સ્વીકાર કરે તે માંગલિક છે. આત્માના અતીન્દ્રિીય આનંદનું વદન થાય તે માંગલિક છે.' (શાનીનો ઉપદેશ) બીજાઓના દર્શનથી શું? કોની ભૂમિ?ભૂમિ ભૂમિની છે, આ આજ સુધી કોઈની થઈ નથી અને થશે પણ નહીં. “ભવતાપ' નો અભાવતો સ્વયં આત્માના દર્શનથી થાય છે. બીજાઓના દર્શનથી આજ સુધી ભવમુક્ત થયો નથી અને ક્યારે પણ થશે નહીં. ભવતાપહારી તો પર અને પર્યાયથી ભિન્ન પરમાત્માતત્ત્વ જ છે. એના દર્શનનું નામ જ સમ્યગ્દર્શન છે, એના પરિજ્ઞાનનું નામજ સમ્યજ્ઞાન છે અને એનું જ ધ્યાન સમ્યક્યારિત્ર છે. એટલે એને જાણવું, માનવું અને ધ્યાન (અનુભવ) કરવું એજ ભવના અભાવ કરવાવાળો આત્મધર્મ - ધર્મનો આરંભ પણ આત્માનુભૂતિથી જ થાય છે અને પૂર્ણતા પણ એની પૂર્ણતામાં જ થાય છે. આમાં બીજા ધર્મની કલ્પના પણ કરવામાં આવતી નથી. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધક માટે એકમાત્ર આજ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવી એજ સાધકનું મૂળ પ્રયોજન છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48