Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 7
________________ BR (૧) જૈન ધર્મની પ્રાર્થના રાગદ્વેષરૂપી શત્રુને જીતનાર અરિહંતને નમન હો; નિવાર્ણના પરમ પદને પામનાર સિધ્ધોને નમન હો; શાસન ધુરાના વહન કરનાર આચાર્યોને નમન હો; જ્ઞાન રૂપી દાનના દેનાર ઉપાધ્યાયોને નમન હો; શીલ-સંયમરૂપી,ચરિત્રધારી સાધુ-સાધ્વીજીઓને નમન હો; ‘હે વીતરાગ, હે જગદ્ગુરુ તમારો જય હો, હે ભગવાન, આપના પ્રભાવથી સંસારનું ઔદાસીન (જળકમળ વત સ્થિતિ), માર્ગાનુસારીપણું (ન્યાયોપાર્જિત દ્રવ્ય ઉપાર્જન વગેરે) જેવા વાંછિત ફળની પ્રાપ્તિ થાઓ. વળી હે ભગવાન! આપના પ્રસાદથી લોક વિરુધ્ધ કર્મોથી નિવૃત્તિ, પૂજ્ય પુરુષોની સેવા, પારકાનું હિત કરવાનું સામર્થ્ય, સુગુરુ મિલન અને તેમના વચનોની સેવા આજીવન અબાધિપણે હો. જો કે હે ભગવાન! મંદ કે તીવ્ર સ્વાર્થવૃતીથી, ફળની આશા રાખીને કર્મ કરવાનો આપના શાસ્ત્રોમાં નિષેધ છે, છતાં તેવા દોષ અચરાય જાય તે ક્ષમ્ય થઈ પ્રતિ જન્મ મને આપના ચરણોની સેવા પ્રાપ્ત હો. હે નાથ, આપને પ્રણામ કરવાથી મને દુઃખનો ક્ષય, સુખ-દુઃખના નિમિત્તરૂપ કર્મનો ક્ષય, સમ્યફત્વ લાભ અને સમાધિમરણ પ્રાપ્ત થાઓ. સર્વ મંગળોમાં મહામંગળ, સર્વ કલ્યાણોમાં મહા કલ્યાણ, સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ એવા જૈન ધર્મનું શાસન જયવંતુ વર્ષો’ નવકાર મંત્ર કોઈ પણશુભ કામની શરૂઆતમાં મંગળાચરણરૂપે બોલવામાં આવે છે તે પ્રથા સર્વ સામાન્ય છે, તેજ પ્રમાણે જૈન ધર્મની પ્રાર્થનામાં પણ પ્રથમ ચરણરૂપે નવકારમંત્રનો સમાવેશ કરવામાં આવેલ છે. અને “ચત્તારી મંગલ'' પણ આ ભાવનામાં સમાવેશ થઈ જાય છે. ' ૧ - 5

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48