________________
૩૨ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ યોગx આદિ સાથે સમન્વય દર્શાવ્યા છે. એટલે કે (૧) માં યોગનું પ્રથમ અંગ યમ હોય ત્યાં પ્રથમ મિત્રા દષ્ટિ હોય; જ્યાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી તારા દષ્ટિ હેય, ઈ. (જુઓ કોષ્ટક પૃ. ૮૩) (૨) ખેદ, ઉદ્વેગ, શેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુન્ અને આસંગ એ આઠ ચિત્તદોષ છે. તેને ત્યાગ કરવામાં આવતાં અનુક્રમે યેગના આઠ અંગની અને આઠ યોગદષ્ટિની પ્રાપ્તિ હોય છે. (૩) આ આઠ દષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણનું સ્થાન છે. આ આઠ ગાંગ, આઠ ચિત્તદોષ, આઠ ગુણના સ્વરૂપ માટે જુઓ પૃ. ૮૩ થી ૮૮.
આમ ગાંગના સેવનથી, ચિત્તદેવના પરિહારથી અને ગગુણના પ્રગટપણાથી આ “ગદષ્ટિ” અનુક્રમે વિકાસ પામતી જાય છે. આ દષ્ટિ એટલે દર્શન, સાક્ષાત્ દેખવું-સાક્ષાત્કાર છે,– પછી ભલે આ થેડી ઉઘડી હોય કે ઝાઝી. અત્રે આંખનું-ચર્મચક્ષુનું દષ્ટાંત ઘટે છે. આ આંતરુચક્ષુરૂપ દિવ્યચક્ષુ-યોગદષ્ટિ પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉમીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of yogic vision) વધતું જાય છે. વધારે ને વધારે વિશાળ “દર્શન” થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ “દૃષ્ટિ” ખૂલતાં અનંત “દર્શન થાય છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એકરૂપ છે, છતાં આવરણ ટળવાના ભેદને લીધે તેના ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના આ આઠ સ્થલ વિભાગ પાડ્યા છે; બાકી કર્મઆવરણના પશમાદિ અનુસાર સૂકમ ભેદ તે ઘણા ઘણા છે, કે જે કહેતાં પાર ન આવે.
આ દૃષ્ટિ' શબ્દનો અર્થ ? સાસંગત બેધ તે દષ્ટિ કહેવાય છે, અને તે અસતુપ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિ પદાવહ એ હોય છે. અહીં “સતશ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે સ્વચ્છદ મતિક પનારૂપ અસત્ શ્રદ્ધાને અપવાદ-નિષેધ કરવા માટે છે. સત્શાસ્ત્રના આધારવાળી, સત્શાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી એવી સતુશ્રદ્ધા-સાચી તાત્વિક શ્રદ્ધા હોય તે જ તે બોધને “દૃષ્ટિ” નામ ઘટે છે. આથી ઉલટું સતુશ્રદ્ધા વિનાનો જે બેધ છે, અથવા સ્વચ્છેદ કલપનારૂપ અસત્ શ્રદ્ધાવાળે કે દષ્ટિરાગવાળે જે બોધ છે તે “દષ્ટિ” અથવા “દર્શન’ કહી શકાય નહિં. કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાંસુધી જેમ અંધ પણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ છે, તેમ સતશાસ્ત્રશ્રદ્ધાથી જ્યાં લગી આંતરદષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાં સુધી દૃષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ ( coloured vision) છે આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે, કારણ કે તેને દૃષ્ટિ અંધપણને-મિથ્યાષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે, તેને જે કોઈ તેવા * ચોપાનુષ્ઠાના શુદ્ધિક્ષ જ્ઞાનીતિવિવેવલ્યા ”-પાતંજલ છે. સૂ. ૨૮