Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ २५ એમ જુદાં જુદાં નામે ઓળખાવવામાં આવે છે. એ આત્માને જાણુ એટલે બધાં પાપ શરીર સાથે છેડીને સર્વ કામ પ્રાપ્ત કરવા (તૈ૦ ૨.૧.૫); અને એ આત્માને ન જાણુ એટલે મહાન વિનાશ વહાર (કેન ૨.૫), એમ મનાય છે. સાથે સાથે વિવેક-વૈરાગ્ય ઉપર ભાર મુકાતા જાય છે. ન ઉપનિષદના “ અધ્યાત્મવેગ "માં ૐકારનાં, જપ, ધ્યાન કે ઉપાસના ઉપર ભાર મુકાતા જણાય છે. ઉપનિષદો તમે માત્ર ધ્યાન અને ઉપાસનાનું સાધન જ નહીં, પણ એ ધ્યાન કે ઉપાસનાથી જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે, તે ધ્યેય પણ કહે છે. મુંડકેપનિષદ (૨. ૨. ૩-૪) ધનુષ્ય-બાણુ અને લક્ષ્યની તાદશ ઉપમા આપીને જણાવે છે કે, ઉપનિષદમાં વર્ણવેલું પ્રવરૂપી મહાઅ - ધનુષ્ય ૫કડીને, ઉપાસનાથી તીક્ષ્ણ બનાવેલ આત્માપી શર તેના ઉપર સાંધવું. પછી તભાવગત ચિત્ત વડે, અપ્રમત્ત થઈને તેને ખેંચીને, અક્ષરબ્રહ્મરૂપી લચને વીંધવું, જેથી બાણુ જેમ લક્ષ્યમાં પરોવાઈ જાય, તેમ આપણે પરબ્રહ્મમાં તન્મય થઈ જઈએ. સની પિતાની શક્તિ વિશ્વવ્યાપી મનાય છે. સૂર્ય પણ વિશ્વમાં પિતાની મુસાફરી ૩૪ ઉચ્ચાર કરતે જ કરે છે (છાં. ૨. ૫. ૧. ૩). તેની પાપ ધોવાની શક્તિ બાબત પ્રશ્નોપનિષદ જણાવે છે (જ. ૧. ૫.) કે, માણસ મૃત્યકાળ સુધી સકારનું અભિયાન કરે, તે. . . . જેમ સાપ પિતાની કાંચળીમાંથી મુક્ત થાય છે, તેમ એ માણસ પાપમાંથી મુક્ત થઈ પરમપુરુષને જોઈ શકે છે. કઠ ઉપનિષદમાં યોગ-સાધનાને ક્રમ નિરૂપતાં જણાવ્યું છે કે, વાણીને મનમાં ખેંચી લેવી, મનને જ્ઞાન આત્મામાં ખેંચી લેવું, જ્ઞાનઆત્માને મહત્વ આત્મામાં ખેંચી લે, અને મહત આત્માને શાંત આત્મામાં (૬. ૩. ૧૩.). વળી તે જણાવે છે કે, જ્યારે પાંચે તાને મનની સાથે સ્થિર થઈ જાય છે, અને બુદ્ધિ જરા પણ વિચેષ્ટા કરતી નથી, ત્યારે તે પરમગતિ કહેવાય છે. એ સ્થિર ઈદ્રિય ધારણા તે વેગ છે (૨.૩. ૯-૧૦). છે. શ્વેતાશ્વતરમાં યોગસાધના વધુ પગથિયાંવાર નિરૂપાયેલી જોવા મળે છે. જેમકે, સમાન, પવિત્ર, અવાજે વિનાના, પવન વિનાના સ્થાનમાં ત્રણ ભાગ ટટાર રહે તે રીતે શરીરને સરખું રાખી, શરીરની ચેષ્ટાઓ નિયમિત કરી દઈ પ્રાણને નિયંત્રણમાં રાખવા. પછી પ્રાણુ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે તેને નાસિકા વાટે બહાર કાઢી નાખી, ઈદ્રિયને મન સાથે હૃદયમાં અપ્રમત્તપણે ધારણ કરવી, એમ તેમાં જણાવ્યું છે (૨.૮-૧૦). " . એ યુગને અભ્યાસ દઢ થતાં યોગ પ્રવૃત્તિ પ્રાપ્ત થયાના ચિહ્નરૂપે શરીર ઉપર જે અસરો થતી જણાય છે, તથા સાધકને જે જુદાં જુદાં રૂપ દેખાય છે, કે જેથી બ્રહ્મની અભિવ્યક્તિ થવાની શરૂઆત થયેલી જાણી શકાય, તે બધું પણ ઉપનિષદમાં વિગતે . ૧. મુંડક (રૂ. ૧, ૯) જણાવે છે કે, “પ્રજાઓનું ચિત્ત પ્રાણ વડે જ પાવાયેલું છે; અને એ ચિત્ત જ્યારે (પ્રાણાના કાબુથી) વિશુદ્ધ થાય, ત્યારે જ આભા પ્રકાશી ઊઠે છે. અર્થાત આમ, પ્રાણાયામ જેવી કોઈ બાબતનો ઉલ્લેખ આવતો હોય એમ લાગે છે; પણ પ્રાણાયામ નામે ૫છીથી પ્રસિદ્ધ થયેલી પ્રક્રિયા સ્પષ્ટપણે ઉપનિષદોમાં નિરૂપાઈ લાગતી નથી. ૨. યોગીને રોગ, જરા કે મૃત્યુ રહેતાં નથી; તેનું શરીર હલ, નરેગી અને અલેપ થાય છે; તેને વણુ પ્રસાદયુક્ત, તેને સ્વર સૌષ્ઠવયુક્ત, તેને ગંધ શુભ અને તેનાં મળ મૂત્ર-અલ્પ બની જાય છે. (. ૨. ૧૨-૩). ૩. ઝાકળ, ધૂમ, સૂર્ય, અગ્નિ, વાયુ, ખદ્યોત (આગિ), વિદ્યુત, સ્ફટિક, અને ચંદ્ર, (à૦ ૨.૧), કેસરી રંગનું કપડું, ઈદ્રોપ (ગોકળગાય), અગ્નિજવાળા, કમળ, અને વીજળીને ચમકારો (બૃહ૦ ૨.૩. ૬). - ૧, પ્રિય અને પ્રિય રૂપવાળા કામ તજી, શયને જ પસંદ કરવું ( કઠ૦ ૨.૨.૩); લેકથી નિવેદ પામવું (મું) ૬.૨.૧૨ ); પુષ, વિષણા અને લેષણ એ બધું છોડી પ્રવજ્યા લેવી, ભિક્ષાચર્યા સ્વીકારવી (બૃહ૦ ૪.૪, ૨૨); પ્રશાંત, સમાહિત, શમયુક્ત, વિજ્ઞાનવાન, સમારક, સદાશચિ બનવું ( કઠ૦ : ૨.૩. ૭.) ઈ.. ૨. કઠ. ૨. ૧, ૧૫-૭, lain Education International For Private & Personale Only www Bielinary

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 142