Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ર જાય છે, તેનું મૂળ અહીં સુધી રહેલું આપણુને સમજાયા વિના રહેતું નથી. બ્રાહ્મણુકાળના યજ્ઞયાગનું રહસ્ય પણ છેવટે તપ અને ભક્તિની મદદથી યજ્ઞકર્મ દ્વારા પરમ શક્તિ કે તત્વ સાથે અકસમાધિ પ્રાપ્ત કરવાનું જ સમજાય છે. યજ્ઞ દ્વારા યજમાન અખિલ વિશ્વના તત્વ સાથે તાદામ્ય પામી શકે છે કે આખા વિશ્વચક્રને ગતિમાન રાખવામાં પોતાનો ફાળો આપી શકે છે, એ ખરેખર ઉદાત્ત આધ્યાત્મિક ભાવના છે. યજ્ઞદીક્ષાની શરૂઆતમાં, યજ્ઞક્રિયા દરમિયાન તથા યજ્ઞને અંતે યજમાનને જે વ્રત - અર્થાત દાન અને તપ આચરવાં પડતાં, તેથી તેનું બ્રહ્મવર્ચસ ખરેખર વધતું જાય, અને છેવટે એ બધાની અસર હેઠળ યજ્ઞક્રિયા દરમિયાન, ઉપરની તથા નીચેની બધી શક્તિઓ સાથે પ્રત્યક્ષપણે એકતાની સમાધિ અનુભવવાના પ્રસંગે તેને ખરેખર આવે, એ સમજી શકાય છે. પરંતુ બ્રાહ્મણુકાળમાં જ સાથે સાથે જાણે યુગ બદલાવાની શરૂઆત થતી હોય એમ ૫ણુ જણૂાય છે; અને યજ્ઞવિદ્યાથી અલગપણે ભક્તિ અને તપસ્યાના સ્વતંત્ર સાધનામાર્ગો તથા એક અદ્વૈત પરમતત્વનું જ્ઞાન અને તેની સાથે અધ્યાત્મવેગથી એક પ્રાપ્ત કરવાની તમન્નાની ભૂમિકા પણ મંડાય છે. અરથ કાથોમાં આ સંધિકાળ સ્પષ્ટ નજરે પડે છે, તેમાં આશ્રમવ્યવસ્થા વ્યવસ્થિત થયેલી અને સ્વીકારાયેલી જોવા મળે છે. ત્રીજા આશ્રમને આરણ્યક અરણ્યમાં જ રહી, ધ્યાન-ચિંતન કરનારો માણસ છે. તે યજ્ઞયાગ વગેરે ક્રિયાકાંડની જ્વાબદારીમાંથી બહાર નીકળી જાય છે. જોકે, તેની ભાવના યજ્ઞની રહે છે, છતાં તેનું સ્વરૂપ ગીતામાં (૪.૨૮) અણુવ્યું છે તેવું સ્વાધ્યાય-ચંત્ત, જ્ઞાન-યજ્ઞ, અને ધ્યાન-યજ્ઞનું બને છે. બધે ભાર ધીમે ધીમે તપ અને ધ્યાને સ્પી સાધન ઉપર જ મુકાય છે, અને તે માટે પરમતત્વનાં અમુક પ્રતીકે ઉપર એકાગ્ર ધ્યાન કરવારૂપ ઉપાસનાઓ રજૂ કરવામાં આવે છે. २३ અલબત્ત, એ પ્રતીમાંનાં કેટલાંક બ્રાહ્મણુગ્રંથના યજ્ઞવિધિમાંથી જ લેવામાં આવતાં હોય છે. ઉપનિષદ થશે યુવનિવર્જવામાં આવતાં જ જાણે યુગપલટો આવ્યો હોય એમ જણુાય છે. વેદકાળમાં જે કરવાનું' અને “જે કરીએ છીએ ” એ બે વચ્ચે કો ભેદ પડ્યા વિનાની, અને “જે કરવાનું છે તે સ્વાભાવિકપણે કરાતું હોય એવી સહજરકૃતિની જે દશા વ્યાપેલી જણાય છે, તે હવે લુપ્ત થઈ હોય છે. બ્રાહ્મણુકાળમાં પણ બધું “જ્ઞાન” તે વેદે દ્વારા જણાઈ ગયેલું છે, એ ભાવ ચાલુ રહે છે; ફિકર માત્ર “જે કરવાનું છે” તેને તપપૂર્વક આચરવા અંગે રહી હોય છે. અને સાથે સાથે જાણે એટલી શ્રદ્ધા તે છે કે, એ ક્રિયાકર્મ યથાયોગ્ય આચરાતાં, બાકીની બધી પંચાતો આપોઆપ પતી જવાની છે. પરંતુ ઉપનિષદકાળમાં શ્રદ્ધા-તપ-કર્મનું એ ચક્ર તૂટી જાય છે. એય તેમ જ તેને સિદ્ધ કરવાને માર્ગ એ બંને પ્રયત્નપૂર્વક શોધવાનાં તથા મેળવવાનાં બની રહે છે. આ વિવિધતાવાળા જગતનું મૂળતત્ત્વ શું છે. તેની બરાબર શોધ મંડાય છે. એ પરમતત્વ જેમ સૃષ્ટિમાં અંતર્યામીપણે રહે છે, તેમ મનુષ્યમાં જીવાત્મા રૂપે રહેલું છે. એ આત્મા હૃદયની અંદરના આકાશમાં ડાંગર કે જવ, સરસવ, સામે કે સામાના કણ કરતાં નાને અથવા અંગૂઠા જેટલે, કે ધૂમાડા વિનાની ત જે મજબૂદ છે. બહિર્ગામી ઇન્દ્રિયને ઊલટાવીને અંદર જોનાર કઈ ધીર તેને એકાગ્ર અને સૂક્ષ્મ બનેલી બુદ્ધિ વડે જઈ શકે છે. ચક્ષ, વાણી કે બીજી ઈદ્રિયેથી કે તપ અને કર્મથી પણ અલભ્ય એવા એ નિષ્કલ આત્માને જ્ઞાનપ્રસાદથી વિશુદ્ધ સત્ત્વવાળ બનેલે મનુષ્ય ધ્યાન કરતે કરતે જોઈ શકે છે. એ સાધનાને અધ્યાત્મયગ’(કઠ૦ ૨-૨-૧૨), સંન્યાસાગ' (મુંડકઃ રૂ.૨-૬), “શ્રવણુ - મનન - નિદિધ્યાસન' (બૃહ૦ ૨.૪. ૨-૫), “ અભિધ્યાન-જન-તત્ત્વભાવ' (૦ -૧૦), યાનાભ્યાસ' (વે. ૨૦૧૪) કે “ગ' (કઠ૦ ૨. ૩. ૯-૧૦) in Education in For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 142