Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ જૂનાં પ્રાગૈતિહાસિક કાળનાં સૂક્ત એટલે જ જૂને છે. અથર્વવેદને કાળ’ એ જુદે કાળવિભાગ પાડી શકાય તેમ નથી. અલબત્ત, અથર્વવેદમાં મંત્ર-તંત્રને પ્રકાર છે; પરંતુ તે કદ પછીના કાળમાં વિકાસ કે વિકાર પામીને થયેલે પ્રકાર નથી; બંને પ્રકારો અને બીજા પણ પ્રકારો સાથે જ પ્રચલિત હતા એમ કહેવું જોઈએ. એ અથર્વવેદમાં (કુલ ૧૯ કાંડમાંનું) ૧૫મું આખું કાંડા “વાય'ની સ્તુતિરૂપ છે. વાત્ય એટલે પરિવ્રાજક, તેના વર્ણન ઉપરથી જણાય છે કે, સિદ્ધ થયેલા મુક્ત યોગીનું જ તે વર્ણન છે. તેનાં વિભૂતિ અને મહિમા એ કાંડમાં જે રીતે વર્ણવાયાં છે, તેને જોટો ભાગ્યે જ પછીના કઈ યોગગ્રંથમાં પણ મળે. - સામવેદમાં તે યજ્ઞ દરમિયાન ગાન કરવા માટેનાં સૂકતને સંગ્રહ જે છે. તેમાંય, ૧૮૧૦ – કે પુનરાવર્તન બાદ કરતાં ૧૫૪૯ – સૂક્તોમાંથી ૭૫ સિવાયનાં બાકીનાં બધાં વેદસંહિતામાંથી છે. આ સૂક્તોનું યજ્ઞ દરમિયાન ગાન કરવાનું હોય છે. યજ્ઞવિધિમાં રાગ-ગાનને ઉપયોગ મુખ્ય હતું, એ એથી આપણને જાણવા મળે છે. રાગ અથવા ગાનની આંતર તથા બાહ્ય એવી વિશિષ્ટ અસર થતી મનાતી. સાધનમાર્ગમાં સંગીતને ઉપયોગ એટલે જૂને વખતથી આ સ્પષ્ટપણે સ્વીકારેલે મળે છે, એ આપણુ વિષય અંગે નેધપાત્ર બીના છે. યજુર્વેદમાં યજ્ઞવિધિ આચરનાર અવયુંએ તે ક્રિયા દરમ્યાન ધીમેથી બેલતા જવાની સ્તુતિઓ અને વચને છે. તેમાંનાં ઘણાં ગદ્યમાં છે, તે યજુસ કહેવાય છે. જે મંત્ર છે તેમાંના ઘણુ સદસંહિતામાંથી છે. પરંતુ યજુર્વેદમાં દેવને પ્રસન્ન કરવા માટે તેનાં બને તેટલાં વિવિધ નામો ઉપરાઉપરી કહેવાની રીત છે, તે નેધપાત્ર છે. જેમ કે રુદ્રનાં સો નામ વાજસનેયી સંહિતા ૧૬માં તથા તત્તિરીય સંહિતા (૪.૫) માં છે. તેમાં આપણે વિષ્ણુસહસ્ત્રનામ વગેરેની પેઠે ઇષ્ટદેવની સ્તુતિ કે ભાવના કરવાની તથા જપવિધિની પદ્ધતિનાં મૂળ જોઈ શકીએ છીએ. તે ઉપરાંત, યજુર્વેદમાં એક એક શબ્દ કે પદની બનેલી સ્તુતિઓ છે, તે પણ સેંધપાત્ર છે, જેવી કે, વષ, વેટ, વા, સ્વાહા ઈત્યાદિ; અને ખાસ કરીને ૩૪. પછીના કાળમાં યોગમાર્ગમાં નામજપ તથા બીજમંત્ર વગેરે રૂઢ થયેલાં સાધનેનાં મૂળ એમાં રહેલાં સ્પષ્ટ દેખી શકાય છે. બ્રાહાણ દ્રાક્ષમાં યજ્ઞને એક સર્વશક્તિમાન અને વિશ્વના મૂળભૂત તત્વ તરીકે સ્વીકારવામાં આવે છે. દે તેમની સ્થિતિ યજ્ઞથી જ પામ્યા છે; પ્રજાપતિ આ બધી સૃષ્ટિ રચે છે, તે યજ્ઞ અથવા/અને તપથી જ રચે છે; અને તે ક્રિયામાં તે ખૂટી જાય છે, ત્યારે યજ્ઞ અથવા/અને તપથી જ તે ફરીથી પૂર્ણ થાય છે – એવું ઠેર ઠેર કહેવામાં આવ્યું છે. પરંતુ, યજ્ઞવિદ્યાના અનુસંધાનમાં દરેક વસ્તુ અંગે અધિક (અધિભૂત), અધિતિષ (અધિદેવત), અધિવિઘ (અધિયજ્ઞ), અધિપ્રજ અને અધ્યાત્મ – એમ પાંચ રીતે વિચાર કરવામાં આવે છે; અને એ રીતે પિંડ-બ્રહ્માંડ વચ્ચેની એક્તાનાં ગૂઢ સૂત્રો શોધવા જે પ્રયત્ન થાય છે, તે આપણા વિષયના અનુસંધાનમાં ખાસ નોંધપાત્ર છે. જેમ કે, fધદૈવતમ્ જે પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ છે, તે ગણાતમમ્ મન, પ્રાણુ અને વાણી છે. દેના બંધુઓ ને સિદ્ધાંત પણુ એ અનુસાર જ છે. જેમકે ૧૧ સંખ્યા, ત્રિખુભ છંદ, ગ્રીષ્મઋતુ, એ દ્ધના બંધુ છે. અર્થાત જ્યાં જ્યાં ૧૧ની સંખ્યા અથવા ત્રિખુભ છંદ વગેરે આવે ત્યાં ઇતની શક્તિનું અસ્તિત્વ મનાય; અને એ માત્ર પ્રતીક રૂપે નહીં, પણ સાચેસાચ શક્તિ રૂપે. દરેક વસ્તુ આમ મેટી વ્યાપક શક્તિ કે સત્તાને અંશ છે એમ જવાના પ્રયત્નમાં, સર્વત્ર ગૂઢપણે વ્યાપી રહેલ અખંડ બ્રહ્મતત્ત્વના સિદ્ધાંતની કે સવ વિકૃતિઓની એક જન્મદાત્રી પ્રકૃતિના સાંખ્ય સિદ્ધાંતની ભૂમિકા સ્પષ્ટ મંડાઈ રહેલી આપણને જાય છે. પછીના ગસિદ્ધાંતમાં અમુક અમુક સ્થાને કે વસ્તુઓ ઉપર “સંયમ” કરવાથી અમુક અમુક ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવો જે સિદ્ધાંત રૂપ પકડતા nin Education Internation For Private & Personal use only www.n ary

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 142