Book Title: Yoga Etle Shu Author(s): Magan P Desai Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 9
________________ વ્યાપક રીતે આવી રહે છે. તેથી આ પુસ્તકમાં એ પ્રથમ પાદનું જ વિવરણ હોવા છતાં, એક રીતે આખી યેગવસ્તુનું સળંગ નિરૂપણ આવી જાય છે. અલબત્ત, એથી કરીને આ ગ્રંથના વિદ્વાન લેખક પાસેથી બાકીના ત્રણે પાદનું નિરૂપણ પણ મળવાની અપેક્ષા રહેતી * નથી એવું કહેવાનો આશય નથી. આ પાદમાં તેમણે વિવરણુની જે દિશા પકડી છે, તે જ દિશાએ બાકીના ત્રણે પાદનું નિરૂપણું પૂરું થાય એવી અપેક્ષા સહેજે રહે છે જ; છતાં આ પ્રથમ પાના નિરૂપણુથી પણુ આખા “ગસૂત્ર' ગ્રંથના વિષયના અગત્યના ભાગનું તે વિગતે અને બાકીના ભાગનું વ્યાપકપણે પણ સળંગ નિરૂપણ મળી રહે છે, એમ કહી શકાય. વૃત્તિમાત્રને નિરોધ થતે અંતે જણાવ્યું છે (સુ. ૫૧); તેથી બેગ એટલે સમાધિ એ જે ધાત્વર્થ છે, તે બંધબેસી જાય છે, તે સમાધિદશા શા માટે પ્રાપ્ત કરવી જોઈ એ – પરમ પુરુષાર્થની દશા ત્યાં સિદ્ધ થતી શાથી કહેવાય એ જણાવી (સૂ. ૩), એ દશા પ્રાપ્ત કરવાનાં સાધન સૂત્રકાર આ પાદમાં નિરૂપે છે. સાધનની ચર્ચાની સાથે સાથે જ વૃત્તિ એટલે શું, તથા તેને નિરાધ એટલે શું, અને તેના કેટલા પ્રકાર છે, એ બધી અગત્યની ચર્ચા પણ તે કરતા જાય છે, અને ત્યાર બાદ, એ સમાધિદશાની કેટીએ વર્ણવીને અંતે તેનાથી કેવી રીતે કેવલ્યદશા પ્રાપ્ત થાય છે તે જણાવી લે છે. અર્થાત્ એક રીતે ગના આખા વિષયને એકસામટા વ્યાપમાં તે આ પાદમાં જોઈ લે છે. બીજ “ સાધનપાદ 'માં સમાધિદશા પ્રાપ્ત કરવા માટેના ક્રિયા યેગનું અને તેના અનુસંધાનમાં યોગપ્રક્રિયાનાં આઠ અંગેનું વિગતે નિરૂપણુ મુખ્યત્વે આવે છે. એ આ અંગોના નિરૂપણુની સાથે સાથે તે દરેક અંગ સિદ્ધ થતાં શી વિભૂતિ પ્રાપ્ત થતી નય છે, તેનું નિરૂપણ કરતા કરતા સૂત્રકાર પાંચમા અંગ સુધી આવીને બીજે પાદ પૂરી કરે છે. ત્યાર પછી ત્રીજા ‘વિભૂતિપાદ ”માં બાકીનાં ત્રણ અંગેનું નિરૂપણ શરૂ થાય છે, એ ત્રણ અગાને “સંયમ ” એવા એક નામે ઓળખાવી, જુદાં જુદાં સ્થળેએ એ સંયમ સાધવાથી શી શી વિભૂતિ પ્રાપ્ત થાય, તેનું નિરૂપણ પદના અંત સુધી ચાલે છે, અને પછી એ “સંયમ ” દ્વારા જ યુગનું અંતિમ ફળ કેવલ્ય પણ શી રીતે પ્રાપ્ત થાય, તે જણાવી પાદ પૂરો કરવામાં આવે છે. ચેથા ‘કેવલ્યપાદ માં એ કેવલ્યદશાના નિરૂપણુ અંગે પ્રકૃતિ અને પુરુષના સંબંધનું સ્વરૂપ તથા તેમાંથી છુટતા પુરુષની કૈવલ્યદશાનું સ્વરૂપ સિદ્ધાંતિક ચર્ચાને અનુલક્ષીને કરવામાં આવે છે, આમ, એ ચારે પાદમાંથી પહેલું “ સમાધિપાદ” ખરી રીતે આખા ગ્રંથનું મુખ્ય પાદ છે; અને તેમાં આખા વિષયનું નિરૂપણ અને ખરેખર, આ એક “સમાધિપાદ ” ' પાછળ અનેક વરસોને આને સાધના-સંભાર પડેલે જોઈ શકાય છે. આ પ્રાચીન વિશાળ આર્યભૂમિમાં, કવિવર ટાગોરની અમર કડીઓમાં જણૂાવ્યા પ્રમાણે, જ્ઞાન-ધર્મનું પ્રથમ પ્રભાત ઉદય પામ્યું, ત્યારથી માંડીને તેનાં પ્રબળ જિજ્ઞાસુ અને પુરુષાથી સંતાનોએ જે વન-ખેડ આદરી છે, તેની કાવ્ય-કાહિનીને પાર નથી. પુરુષાર્થની જુદી જુદી દિશાઓના કેવા જવલંત યુગે એક પછી એક આવી ગયા તેનાં આછાં, ભૂંસાયેલાં કે સ્થિર થયેલાં પ્રતિબિંબ આપણે એક વ્યાપમાં જોવા જઈએ છીએ, ત્યારે જ આપણુને તેની કંઈક ઝાંખી થઈ શકે છે, અને આપણી ભૂમિનું મુખ્ય ધ્યેય શું રહ્યું છે, તે પણ સમજાય છે. જુદા જુદા યુગમાં તેનું બાહ્ય સ્વરૂપ જુદું જુદું છે; પરંતુ તે બધાં સ્વરૂપે પાછળ આ પુસ્તકના વિદ્વાન લેખકે, પહેલા પ્રકરણમાં જણાવ્યું છે તેમ, એય તરીકે “મેક્ષ' અને સાધન તરીકે “યોગનિષ્ઠતા ” અચૂક રહેલાં જણ્ય છે. પતંજલિ મુનિએ એ આખો યુગ-પટ નજર સમક્ષ રાખો, તેમાંથી “નિષ્ઠા અને સળંગ તાંતણે પકડી લઈ “ગસૂત્ર'માં તેનું અનુશાસન ' ધર્યું છે. એમની પહેલાં એકઠા For Private Personale OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 142