Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ બધા સિદ્ધાંતની યોગદર્શનના અનુસંધાનમાં શી સ્થિતિ હતી તે તપાસવી જોઈએ. બૌદ્ધકાળ પૂર્વની સ્થિતિ જાણવા માટે કોઈ મુખ્ય સાહિત્ય ઉપલબ્ધ હોય, તે તે મહાભારત કહેવાય. પરંતુ મહાભારત આખું બૌદ્ધકાળ પછીનું છે, કે તેને મુખ્ય ભાગ બૌદ્ધકાળ પૂર્વને છે, તે સવાલ પાછો ચર્ચાસ્પદ જ છે. એનું નિરાકરણ વિચારીને જ મહાભારત-કાળમાં જુદાં જુદાં દર્શને કે સિદ્ધાંતની અને ખાસ કરીને સાંખ્ય તથા યુગની શી સ્થિતિ હતી, તે નક્કી કરી શકાય. અને એમ બૌદ્ધ અને જેન કાળમાં આવી પહોંચીએ, એટલે યોગવિદ્યા બાબતમાં એ બધી પરિપાટીઓની એકબીજા ઉપર શી અસર થઈ છે, અને એકબીજામાંથી શી લેવડદેવડ થઈ છે, એ જાતના પ્રશ્નો ઊભા થાય. સમાધિની ભૂમિકાઓના નિરૂપણુ અંગે વપરાતા વિતર્ક-વિચાર જેવા શબ્દ; યમ-નિયમને ગાંગ તરીકે રવીકાર; હેય, હેયહેતુ, હાન, હાને પાય, એ ચાર બૃહોમાં પોતાના વિષયની સંકલના; અવિવા, અભિનિવેશ વગેરે પરિભાષા -એ બધી સળંગ ટીક્રમમાં વિકાસ પામતી આવેલી વસ્તુ છે કે બૌદ્ધ જેવી પરંપરાઓ સાથે કરાયેલી લેવડ-દેવડ છે? સાથે જ બૌદ્ધ અને જન પરિપાટીએ ખરી રીતે હિંદુ અથવા આર્ય પરિપાટીથી જુદી પરિપાટીએ છે કે તેને જ આગળને અથવા અમુક અંગ પૂરતો વિકાસ છે, એ પણ જોઈ લેવું જોઈએ. કારણ કે, યોગસૂત્ર ગ્રંથને ઐતિહાસિક કાળની દૃષ્ટિએ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં મૂકવાનું યોગ્ય જણાય છે. એ કાળે બૌદ્ધ અને જૈન પરિપાટીએ પ્રચારમાં આવી જ ગઈ હતી.૩ છતાં ૧. યોગસૂત્ર ૨.૧૬, ૨.૧૭, ૨.૨૫, ૨.૨૬ '૨. યોગસૂત્ર ૨.૩ ઈ., ૨.૯. ૩. બુદ્ધ અને મહાવીર બને ઈ. સ. પૂર્વે પાંચમા સકામાં થઈ ગયા છે; પરંતુ જન આગમ ગ્રંથે શરૂઆતમાં પહેલવહેલા ઈ. સ. પૂર્વે ૩૦૦ની આસપાસ (પાટલિપુત્રના સંધ વખતે) નિશ્ચિત થવા લાગ્યા હોય, અને બૌદ્ધ ત્રિપિટક ઇ. સ. પૂર્વે ૨૪૧માં (અશોકના રાજ્ય માં મળેલી પરિષદ વખતે) નિશ્ચિત સ્વરૂપ લેવા માંડે છે, એ લક્ષમાં રાખવું જોઈએ. યોગસૂત્રનું બ્રાહ્મણુ-પરંપરાનું પુરોગામી સાહિત્ય બહુ ઓછું નણવા મળતું હાથી, અમુક વિચાર કે શબ્દ મૂળ કઈ પરંપરાને છે એ નકકી કરવું મુશ્કેલ જ રહે છે. આ બધી ચર્ચાઓને ન્યાય આપ હોય, તે કાંઈ નહીં તે આ પુસ્તક જેવડ સંભાર તે થાય જ અને તે પ્રસ્તાવનારૂપે જોવો પડે; અને તેમાં જે આધારવાક્યો ઈ ટાંકીએ, તે તે કદ તેથીયે વધે. મતલબ કે, એ જ એક નવો ગ્રંથ બને. એ બધું જિજ્ઞાસુ વાચકને આવશ્યક કે ઉપયોગી નથી એમ તે ન કહેવાય; છતાં એક ઉપધાત તરીકે એ બધું આ પુસ્તકને જોવું એ સામાન્ય દષ્ટિએ પણુ ઉચિત ન ગણાય. એનાથી ન એ વિષયને ન્યાય મળે, કે ન મૂળ પુસ્તકતે. એટલે એ બધું સ્વતંત્ર ગ્રંથ રૂપે આપવું જોઈએ એવો વિચાર ઊભા થવા લાગે; અને છેવટના જ્યારે એ બધે સંભાર ઠીક ઠીક તૈયાર થવા આવ્યું, ત્યારે તેને આ પુસ્તકમાં જોડવાનું મેકૂફ રાખી, આ પુસ્તક પૂર તે બીજી રીતને જ ઉપધાત વિચારી લેવાનું યોગ્ય માન્યું. ૨ પાતંજલ યોગસૂત્રમાં કુલ ચાર પાદ છે : ૧. સમાધિપાદ, ૨. સાધનપાદ, ૩. વિભૂતિપાદ, ૪, કેવલ્યપાદ, “gr' એટલે ચોથા ભાગ. એ હિસાબે, જે પાદોનાં આ નામ મૂળથી જ હોય, તો પેગસૂત્રમાં પહેલેથી જ ચાર પાદ છે, એમ કહેવું જોઈએ.૧ આ પુસ્તકમાં તે ચાર પાદમાંથી પ્રથમ, ‘ગ્નમાધિપાદ ”નું વિવરણ છે. આ પાદમાં સૂત્રકારે શરૂઆતમાં જ ‘ગ એટલે ચિત્તવૃત્તિનિરાધ' એ અર્થ કર્યો છે; અને નિજ સમાધિની દિશામાં ૧. અને એ રીતે, “ત્રોન પાદ આગળ રતિ શબ્દ આવતા હોવાથી ત્યાં જ મૂળ ગ્રંથ પૂરે થતો હોઈ, બૌદ્ધ મનાતા વાદેના ખંડનવાળા પાદ પછીને ઉમેરે છે,” એવી ચચા નિરર્થક ઠરે. જો કે, અમુક પ્રતમાં ત્રીજા પાદ આગળ ‘tfસ ” શબ્દ નથી પણ આવતે, એ સાથે સાથે લક્ષમાં રાખવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142