________________
તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ
૧૦૧
અપરિગ્રહ, રાગ-દ્વેષાદિના ક્ષયનું અને સંયમપાલનનું મહત્ત્વ વગેરે નીતિમૂલક સદાચારના તેમના ઉપદેશનું સામ્ય પણ નોંધપાત્ર છે. લગભગ બધા જ ધર્મા કે સંપ્રદાયોમાં પ્રત્યેક સ્થળે અને કાળે તેનો સ્વીકાર થયો છે. ધર્મનાં મૂળ તત્ત્વો શાશ્વત કે સનાતન હોવાની વાતનું તે સમર્થન કરે છે. જીવન જીવવાની વૈજ્ઞાનિક રીતનું જ તેમાં નિદર્શન છે. ધર્મ એ જીવનના આચાર-વિચાર વિશેનું વિજ્ઞાન જ છે. મનની શાંત અવસ્થા અને આહાર-વિહારનો સંયમ આપણા આરોગ્યને સુરક્ષિત રાખે છે – એમ આજે આપણને વિજ્ઞાન કહે છે. પણ આપણા આ ક્રાન્તદષ્ટા ધર્મપુરુષોએ એ વાત સંસ્કૃતિના ઉદયકાળે જ જણાવી હતી. અને બુદ્ધ જેવા યુગનાયકોએ તેનું યુગે યુગે સમર્થન કર્યું હતું. એ દૃષ્ટિએ ભગવાન ઋષભદેવ અને તથાગત બુદ્ધ મહાન ધર્મસંસ્થાપકો હોવાની સાથે આજના સંદર્ભમાં કહેવું હોય તો મહાન વૈજ્ઞાનિકો પણ હતા. તેમને શત શત્ વંદન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org