Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 181
________________ વિવિધા પ્રસિદ્ધ કથાગ્રંથ ‘સમરાઈચ્ચકહા’ અને ‘ધૂર્તાખ્યાન' વગેરે કથાઓનું સર્જન કરીને પ્રાકૃત ભાષાને સમૃદ્ધ કરી છે. તેમના જ સમકાલીન દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિએ ૧૩૦૦૦ શ્લોકના પરિમાણવાળી, ગદ્ય-પદ્યમં રચાયેલી ‘કુવલયમાલા' નામની અદ્ભૂત કથા આપી છે. તેમાં પ્રાકૃતની સાથે અપભ્રંશ અને સંસ્કૃત ભાષાનો ઉપયોગ પણ થયો છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરેનું પરિણામ બતાવવાના ઉદ્દેશથી કર્તાએ વચ્ચે વચ્ચે અનેક સુભાષિતો, પ્રહલિકાઓ, અને સમસ્યાઓનો પણ ઉપયોગ કરીને આ કથાનું સર્જન કર્યું છે. આચાર્ય જિનસેનસૂરિએ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ અને તેઓ જે વંશમાં ઉત્પન્ન થયા હતા તે રિવંશના મહાપુરુષોના ચરિત્ર-આલેખના ઉદ્દેશથી ...‘હરિવંશપુરાણ' ની રચના કરી છે. તેમાં ૬૬ સર્ગો અને કુલ ૯૦૦૦ પધો છે. અધિકાંશ, રચના અને અનુષ્ટુપ છંદમાં છે, તે સાથે દ્રુવિલંબિત, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ છંદોનો પણ તેમાં ઉપયોગ થયો છે. ત્યાર બદા રચાયેલો હરિષણાચાર્યનો ‘બૃહત્કથાકોશ'- ` આરાધનાની સાથે સંબંધિત કથાઓનો સહુથી પ્રાચીન અને સમૃદ્ધ કોશ ચે. ૧૭૪ સોલંકી કાળમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં જૈનદર્શન વિષયક શાસ્ત્રીય તથા લલિત સાહિત્યના-વિવિધ સાહિત્યસ્વરૂપોમાં-વિપુલ સંખ્યામાં ગ્રંથો રચાયા હતા. આ કાળના આરંભમાં લોકભાષા અપભ્રંશ હતી પણ આગળ જતાં જૂની ગુજરાતી ભાષા ઘડાઈ રહી હતી. ગુજરાતમાં નાગરી લિપિનો વિકાસ થયો અને જૈન લહિયાઓએ વિવિધ મરોડ ધરાવતા અક્ષરોમાં અનેક હસ્તપ્રત-ગ્રંથો તૈયાર કર્યા. કલિકાલસર્વજ્ઞ ગણાતા હેમચંદ્રાચાર્યે તથા એમના વિદ્વાન શિષ્યોએ પોતાની વિવિધ ઉચ્ચ કૃતિઓ દ્વારા ગુજરાતને વિદ્યાના ક્ષેત્રમાં ગૌરવભર્યું સ્થઆન અપાવ્યું. જૈન સાહિત્યના સંદર્ભમાં પાશ્ચાત્ય વિદ્વાન વિંટર નિત્ઝનો અભિપ્રાય નોંધપાત્ર છે. “.....ભારતીય સાહિત્યનો એક પણ પ્રદેશ એવો નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તો એમણે વિપુલ કથાસાહિત્ય સર્જ્યું છે, એમણે મહાકાવ્યો અને સુદીર્ધ કથાનકો લખ્યાં છે, નાટકો અને સ્તોત્રોની રચના કરી છે. કેટલીકવાર ઉચ્ચ સાહિત્યિક રચનાઓ દ્વારા અલંકૃત સંસ્કૃત કવિતાના સર્વોચ્ચ લેખકો સાથે સ્પર્ધા કરી છે, અને શાસ્ત્રીય વિષયોના ઉત્તમ ગ્રંથ આપ્યા છે.” આ સમયમાં વાદી-દેવસૂરિ, રત્નપ્રભસૂરિ, હેમચંદ્રસૂરિ, દેવભદ્રસૂરિ, અમરચંદ્રસૂરિ, જેવા અનેક જૈનાચાર્યો અને પંડિત ધનપાલ, કવિ શ્રીપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, આસલ, કુમારપાલ-રાજા, દુર્લભરાજ, જગદેવ, વાગ્ભટ અને વસ્તુપાલ જેવા વિદ્યાપ્રિય ગૃહસ્થ વિદ્વાનોએ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં અનેક નોંધપાત્ર કૃતિઓ રચી છે. ચંદ્રગચ્છના એક જૈન મુનિએ સંસ્કૃત ભાષામાં સ્ત્રગ્ધરા છંદમાં ‘જિનશતક' Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194