Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 184
________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ગ્રંથ અને અનેક સ્તુતિકાવ્યો રચીને પોતાની જ્ઞાન-વિદ્યાની ઉપાસના અને સાહિત્યના ક્ષેત્રમાં પ્રવર્તતી વૈવિધ્યપૂર્ણ પ્રતિભાનો સુષુ પરિચય કરાવ્યો છે. અંગ્રેજ વિદ્વાન પિટર્સને તેમને ‘જ્ઞાનમહોદધિ'નું બિરુદ આપ્યું હતું. ૧૭૭ તત્કાલીન સમયમાં રચાયેલી સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાં કક્કસૂરિના ‘મીમાંસા’, ‘જિનચૈત્યવંદનવિધિ’ અને ‘પંચપ્રમાણિકાવિધિ' નામના ગ્રંથો; ભદ્રેશ્વરસૂરિનો ‘કહાવલી’ ગ્રંથ; આગમસાહિત્યના પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિસૂરિની ટીકા-વૃત્તિઓ તથા ‘શબ્દાનુશાસન’ ગ્રંથ; મલધારી હેમચંદ્રસૂરિની ટીકાઓ અને ‘જીવસમાસવિવરણ’, ‘ભવભાવના’, ‘વિશેષાવશ્યક-બૃહદવૃત્તિ', ‘ઉપદેશમાલા પ્રકરણ’ વગેરે રચનાઓ અને જિનપ્રભસૂરિની ‘જ્ઞાનપ્રકાશકુલક’,‘મલ્ટિચરિત, નેમનાથરાસ, યુગાદિજિનકુલક, શ્રાવકવિધિપ્રકરણ, મુનિસુવ્રતસ્વામીસ્તોત્ર વગેરે રચનાઓ નોંધપાત્ર છે. આ ઉપરાંત બીજા અનેક ગ્રંથકારોની પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી કૃતિઓ પણ ઉપલબ્ધ થાય . છે. ચૌદમી સદીથી સત્તરમી સદી દરમ્યાન પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જૈન સાહિત્યના સર્જનની પ્રવૃત્તિ ચાલુ રહી છે.જૈન મુનિઓએ પ્રાચીન ગ્રંથકારોની પ્રણાલી ચાલુ રાખવા સાથે સાહિત્યપ્રકારોમાં પણ વૈવિધ્ય દર્શાવ્યું. વિજ્ઞપ્તિપત્રો, સમસ્યાપૂર્તિઓ, અનેકાર્થક કાવ્યો, અનેકસંધાન કાવ્યો, દેશી ઢાળોમાં સંસ્કૃત સ્તવનો, ઔષધ-મંત્ર ગર્ભિત સ્તોત્રો, સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં રચાતી કૃતિઓ-આમ અનેકવિધ પ્રકારે સાહિત્યસર્જન ચાલુ રહ્યું હતું. સત્તરમી સદીમાં જ્ઞાનવિમલસૂરિ (નયવિમલણ) એ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તે બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ તેની અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ, ભાષાપ્રૌઢી વગેરે પ્રશસ્ય છે. તેમણે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’,‘ગદ્યબદ્ધ શ્રીપાલચરિત્ર’, ‘સંસારદાવાનલ સ્તુતિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર' તેમજ પ્રાકૃત ભાષામાં ‘નરભવદેષ્ટાંતો-પનયમાલા' રચ્યાં છે. યશોવિજય ઉપાધ્યાય (જવિજય) પણ જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા. યોગશાસ્ત્રના અભ્યાસી લેખે બીજા હરિભદ્રસૂરિરૂપે તથા શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રચાર્યરૂપે તેમની ગણના થયેલી છે. જૈનશાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધગ્રંથોનું ગહન અધ્યયન કરનાર તથા સાંપ્રદાયિકતાથી પર રહીને નિર્ભયતાથી સ્વમતને પ્રગટ કરનાર યશોવિજયે જૈનેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર અને મૌલિક શાસ્રકાર તરીકે નામના મેળવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતી ભાષામાં અનેક ગદ્ય અને પદ્ય કૃતિઓ રચી છે. તેમાં વિષયવૈવિધ્ય પણ ઘણું છે. જ્ઞાનમીમાંસા, ન્યાય, તર્કશાસ્ત્ર, પરમતસમીક્ષા, આધ્યાત્મવિચાર, સ્તુતિ-વગેરે વિશે તેમણે રચેલા ગ્રંથોમાં Jain Education International 2ò10_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194