Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૮ વિવિધા જૈન તર્કપરિભાષા', “નયપ્રદીપ', “નયરહસ્ય”, “જ્ઞાનબિન્દુ', “અધ્યાત્મસાર, યતિલક્ષણસમુચ્ચય, દેવધર્મપરીક્ષા, પ્રતિભાશતક, ભાષારહસ્ય, ગુરુન્યાયલોક, દ્વાઢિશિકા, સ્યાદવાદકલ્પલતા, વૈરાગ્યકલ્પલતા, ઉપદેશ રહસ્ય, કર્મપ્રકૃતિટીકા, ધર્મપરીક્ષાસંવૃત્તિ, મુક્તાશક્તિ વગરે મહત્ત્વના છે તેમને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. જૈન શ્રુતની સાથે સાથે સંસ્કૃત-પ્રાકૃત પણ અપભ્રંશ ભાષાના અભ્યાસી સમયસુંદરે પણ “ભાવશતક', “રૂપકમાલાઅવચૂરિ', વિચારશતક', “રઘુવંશ ટીકા વગેરે સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે. - વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય ગ્રંથોની રચના કરી છે. તેમણે “સુખબોધિકા ટીકા “લોકપ્રકાશ' નામનો મહાગ્રંથ, ‘હૈમલઘુપ્રક્રિયા'નો વ્યાકરણગ્રંથ અને નયકર્ણિકા નામનો નય વિશેના ૨૩ શ્લોકોના લઘુ ગ્રંથ-સંસ્કૃત ભાષામાં રચ્યા છે. જૈન મુનિ ક્ષેમવિજય પાસેથી “કલ્પસૂત્ર બાલાવબોધ' તથા પદ્મસુંદરગણિ પાસેથી ભગવતીસૂત્ર પર બાલાવબોધ' ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા મળે છે. ખરતરગચ્છના મુનિ સહજકીર્તિએ કલ્પસૂત્ર પર કલ્પમંજરી નામની વૃત્તિ, ફલવર્ધિપાર્શ્વનાથ માહાભ્ય નામનું મહાકાવ્ય, શબ્દાર્ણવ વ્યાકરણ વગેરે ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. ગુજરાતમાં ક્રમશઃ સાહિત્યિક ભાષા તરીકે ગુજરાતી ભાષાનો વિકાસ થતા સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાતી કૃતિઓની સંખ્યા ઓછી થતી ગઈ. તો પણ સંસ્કૃતપ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન એવા જૈન આચાર્યો અને વિદ્વાનોનું પ્રદાન આ ક્ષેત્રમાં ચાલુ રહે છે. ઈ.સ. ૧૮૦૧ ની આસપાસ પદ્મવિજયગણિએ સંસ્કૃત ગદ્યમાં જયાનંદચરિત'ની રચના કરી છે. આ ગ્રંથ ૧૪ સર્ગોમાં વિભક્ત છે. અદ્યાપિપર્યત તીર્થકરોના ચરિત્રને વર્ણવતા મહાકાવ્યો કે અન્ય પ્રસંગોને વર્ણવતા અને ગુરુ-આચાર્યોની પ્રશસ્તિ કરતાં મહાકાવ્યો સંસ્કૃત ભાષામાં રચાતાં રહ્યાં છે. આ પ્રમાણે ગુજરાતમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી સાહિત્યકૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમાં વિષય વૈવિધ્યની સાથે સ્વરૂપવૈવિધ્ય પણ જોવા મળે છે. નિરૂપણ પદ્ધતિ, છંદ-અલંકારનો વિનિયોગ, રસનિષ્પત્તિ, અભિવ્યક્તિ પરત્વે થયેલા પ્રયોગો વગેરે દષ્ટિએ આ સાહિત્ય નોંધપાત્ર છે. હસ્તપ્રતોરૂપે કે મુદ્રિત સ્વરૂપે મળતી આ કૃતિઓનો મહદ્ ઉદેશ જૈન ધર્મની દેશનાનો છે. જૈન ધર્મના આચારવિચાર અને સિદ્ધાંતોને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં પ્રાકૃત કથાસાહિત્યે ઘણું મોટું પ્રદાન કર્યું છે. અનેક સંખ્યામાં રચાયેલા કથાકોશો અને જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ તો ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અર્પણ છે. આ પ્રાકૃત ભાષા સાહિત્ય ગુજરાતની અનોખી સંપત્તિ છે. મુખ્યત્વે તો સોલંકીકાળને તેનો સુવર્ણયુગ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194