Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 188
________________ ઉપનિષદ ૧૮૧ પણ ઉપનિષદોમાં જે છે તેનાથી ભિન્ન કે વિશેષ કંઈ કહેલું નથી. ઉપનિષદોના જ ભિન્ન ભિન્ન દેશ કાળના અનેક ઋષિઓએ જે સત્યોનું દર્શન કર્યું તે જ આ ઉપનિષદોમાં સંગૃહિત છે પણ તેમાં “એકસૂત્રતા” લાવવા માટે જ બ્રહ્મસૂત્રોની રચના થઈ છે. અર્થાત ઉપનિષદોના જ વેર-વિખેર સિદ્ધાંતોને આ બ્રહ્મસૂત્રોમાં વ્યવસ્થિત સિદ્ધાંતનુસાર ગોઠવીને રજૂ કરેલા છે. ભારતીય સંસ્કૃતિની ઉન્નત વિચારધારા, ગહન ચિંતન, ધાર્મિક અનુભૂતિ અને આધ્યાત્મિક રહસ્યોને ઉકેલવાની તીવ્ર તમન્ના આ ગ્રંથોમાં સાકાર થયેલી દેખાય છે. ભારતીય જનસમાજની જાગરૂક શ્રદ્ધાનો આધાર આ ગ્રંથો છે. પરબ્રહ્મ, જીવતત્ત્વ, જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેનો સંબંધ, પરમ તત્ત્વ સાથે માયાને સંબંધ અનાદિ કે અમુક કાલીન છે ?- વગેરે પ્રશ્નો વિશેના આ ઉપનિષદોના ઉકેલ ખૂબ શ્રદ્ધેય છે. પરબ્રહ્મ જેવા નિરંજન, નિરાકાર, અસંગ અને સર્વ રીતે વાણીગોચર નહિ અર્થાત્ અવર્ણનીય એટલે કે અચિન્ય એવા તત્ત્વોનું જ્ઞાન તર્કથી કે ન્યાયથી મળે નહિ. તેમના સ્વરુપ વિશે ઉપનિષદોમાં જે આમપુરુષો એવા ઋષિઓનાં જે દર્શનો Revealations છે તેના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે ઉપનિષદોનું જે નવનીત છે તે આ ઋષિઓની વર્ષોની તસ્યાના ફળરૂપ અનુભવની વાણી છે. આ પરમતત્ત્વ-પરબ્રહ્મ પણ અનુભવવાની વસ્તુ છે. તે જાણવાની વસ્તુ જ નથી. It is to be realised and not to be known and attained. એ પરમ તત્ત્વ ઇન્દ્રિયો કે મન-બુદ્ધિ વગેરે અન્તઃકરણોનો પણ વિષય નથી. આત્મા વડે જ આત્માની અપરોક્ષ અનુભૂતિ થઈ શકે. ઋષિઓની આ અનુભવવાણી છે અને માટે જ શ્રદ્ધેય છે. માત્ર ભારતવર્ષના જ નહિ પણ વિશ્વના દર્શન સાહિત્યમાં ઉપનિષદોનું પ્રદાન અનન્ય છે. વિચારોની ગહનતા, સર્વસ્પર્શિતા અને સત્યની લગોલગ પહોંચવાની ખેવનામાં આ ઉપનિષદોના ઋષિઓનો જોટો જડે એમ નથી. આજે જયારે આખુ વિશ્વ ભૌતિક સમૃદ્ધિ પાછળ સુખની આશાથી દોડી રહ્યું છે અને સંઘર્ષો, અશાંતિ અને સ્વાર્થપરાયણતામાં રાચી રહ્યું છે, અને “Eat, Drink and be merry”.”ખાવ, પીવો અને મોજમજા કરો”- એ જ જ્યારે દરેકનું એકમાત્ર લક્ષ્ય હોય ત્યારે માનવના બ્ધ અને આતુર આત્માને શાણપણ, સાચી શાંતિ અને સંતૃપ્તિ આપવાની સમર્થતા માત્ર આ ઉપનિષદોમાં જ છે એમ નિઃશંકપણે કહી શકાય. ગીતાનો પ્રેરણાસ્ત્રોત્ર ઉપનિષદો છે. ઉપનિષદોની આધારશિલા ઉપર જ ગીતાનો મહેલ ચણાયેલો છે. આથી જ ભગવદ્ગીતાની પુમ્બિકામાં કહ્યું છે કે, “મવીતા, ૩પનિષત્ન''અર્થાત્ ભગવદ્ગીતા-પણ ઉપનિષદમાં છેતે ગીતામાં છે અને ગીતામાં છે તે ઉપનિષદમાં છે. ગીતાના માહાભ્યમાં કહ્યું છે : सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधिर्भोक्ता दुग्धं गीतामृतं महत् ।। Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194