Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 191
________________ વિવિધા ઇ.સ. ૧૬૩૭ માં લાખોની સંપત્તિ ખર્ચ “સિન્હેં અન્નકૂ” (મહા રહસ્ય) નામનો ૫૦ ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ તૈયાર કરાવ્યો. તે આ ઉપનિષદ સાહિત્ય વિશે કહે છે - “મને મારા મનને મૂંઝવતી સમસ્યાઓના જે કંઈ ખુલાસા અન્યત્ર મળ્યા નથી તે ખુલાસા મને અહીં ઉપનિષદોમાં મળ્યા છે. કુરાનના વાક્યના ભાવ ઉપનિષદમાં પ્રતિબિમ્બ પામતા જણાય છે. મને જે અન્યત્ર જણાયું નથી તે એમાંથી જણાય છે. આ તરજુમો કરાવવાનો મારો હેતુ એવો છે કે મારે પોતે આ વિદ્યા ભણવી અને સમજવી તથ મારા વાલીવારસો, મિત્રો તથા ખુદાની જેમ ખોજ કરનારા છે તેમને આ તરજુમાથી લાભ આપવો. આ તરજુમાંનું નામ એટલે “રેિ અલર્જી’” “મહાન ગુપ્ત વિદ્યા’” રાખવામાં આવ્યું છે. જે લાકો ખુદના પુસ્તક તરીકે અને સમજી, ખોટા ખ્યાલો અને વિરોધી ભાવો મૂકી દઈ આ તરજુમો વાંચશે અને સમજશે તેઓ આ દુનિયાના બંધનમાંથી છૂટશે''. ૧૮૪ (૩) ઉપનિષદોના જ્ઞાન-માહાત્મ્યથી મુગ્ધ હોય એવા ત્રીજા મહાન તત્ત્વજ્ઞ તે શોપન હાવર છે. દારાશિકોહે ઉપનિષદોનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું અને એ રીતે ઉપનિષદોના પ્રચાર અને પ્રસારમાં નિમિત્ત બન્યા. આ ફારસી તરજુમા પરથી એન્કવેટીલ ડ્યુ પેરોને તેનું ૧૮૦૧-૧૮૦૨ માં લેટિનમાં ભાષાંતર તૈયાર કરાવ્યું. આ તૂટક ભાષાંતર વિખ્યાત જર્મન તત્ત્વ ચિંતક શોપેન હાવરના હાથમાં આવ્યું. આ ભાષાંતરની તેમના પર ઊંડી અસર થઈ અને તેમણે ઉપનિષદોને જે ભવ્ય અંજલિ આપી તે તો આજે સુવિખ્યાત બની ચૂકી છે. આ શોપેન હાવર તત્ત્વચિંતક ઐતિહાસિક તત્ત્વદર્શનોથી સુપરિચિત હતા અને પોતાના તત્ત્વદર્શન સિવાય અન્યની વિચારસરણીની અતિશયોક્તિભરી પ્રશંસા કરવાનો તેમનો આદર્શ પણ નહિ જ. આ શોપેન હાવર ઉપનિષદો વિશે વદે છે :- “In the whole world, there is no philosophy, so beneficial and so elevating as that of the Upnishads." તેમનું આખું અવતરણ ગુજરાતીમાં જોઇએ-’ઉપનિષદોએ વર્તમાન સૈકાઓમાં જીવનાર મનુષ્યો ઉપર પાછલા સૈકામાં જીવન ગાળનાર કરતાં વધારે ઉપકાર કર્યો છે. મારા અભિપ્રાય પ્રમાણે પંદરમાં સૈકામાં ગ્રીક સાહિત્યના પુનરુદ્ધાર વડ જે અસર થઈ હતી તેનાથી કોઈ રીતે ઓછી અસ૨ સંસ્કૃત સાહિત્યના પુનરુદ્ધારથી થવાની નથી જો વાચકને પુરાણા હિન્દુઓના જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે અને તે પચ્યા હશે, તો મારા સિદ્ધાંતને સમજવાનો તેને મુખ્ય અધિકાર છે તેમ હું સમજીશ...આખા વિશ્વમાં મૂલગ્રંથ વિના ભાષાંતરના રુપમાં પણ કોઈ ગ્રંથનો અભ્યાસ લાભદાયક અને આપણા મનને ઊંચી દિશામાં લઈ જનાર હોય તો તે આ ઉપનિષદો જ છે. તે ગ્રંથો મારા જીવનનો વિસામો છે અને પ્રયાણ પર્યંત તે વડે મને શાંતિ મળતી રહેશે.” સ્વામી વિવેકાનંદે પણ પોતાનાં વ્યાખ્યાનોમાં કહ્યું છે - “The Upanishads present to us the sublime in the most equistic poetry in the whole Jain Education International. 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194