Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
ઉપનિષદ
world of literature” તે આગળ કહે છે - ‘‘હું જ્યારે ઉપનિષદો વાંચું છું ત્યારે મારી આંખમાંથી આંસુ વહેવા લાગે છે. કેટલું મહાન આ જ્ઞાન છે ! આપણા માટે એ આવશ્યક છે કે ઉપનિષદોમાં રહેલી તેજસ્વિતાને આપણે જીવનમાં વિશેષરૂપે ધારણ કરીએ. ઉપનિષદો તો શક્તિની ખાણ છે.’’
શ્રીયુત રમેશચંદ્ર દત્ત પણ સ્વામીજીના જેવો જ ભાવોદ્રેક અનુભવે છે. તે કહે છે - “ખૂબ દૂરના ભૂતકળના ઉત્સાહપૂર્ણ વિચારો અને પાવક પર્યેષણાઓને વાંચતી વખતે કોણ આધુનિક સમયમાં પણ હૃદયમાં એક નવો ભાવ અનુભવ્યા વગર કે પોતાનાં નેત્રો સમક્ષ એક નવું જ તેજ નિહાળ્યા વગર રહી શકે ?”
૧૮૫
‘‘ઉપનિષદોના અભ્યાસ” એ પુસ્તિકામાં સન્માન્ય વિનોબા ભાવે કહે છે ‘‘ઉપનિષદોનો મહિમા ઘણાએ ગાયો છે. કવિએ કહ્યું છે, “હિમાલય સમો પર્વત નથી અન ઉપનિષદ સમું (જેવું) પુસ્તક નથી.” પણ મારી દૃષ્ટિએ ઉપનિષદ એ પુસ્તક જ નથી. એ એક પ્રાતિભ દર્શન છે. (પ્રાતિભ એટલે પ્રતિભામાંથી પ્રગટેલું. પ્રતિભા એટલે પ્રતિ=સામુ + ભા = પ્રકાશવું; અર્થાત્ એવો ગુણ હોય કે ઈશ્વરના પ્રકાશમાં સામો પ્રકાશી શકે. (પરમાત્મા પ્રકાશસ્વરુપ છે. સ્વયંપ્રકાશ છે અને એના અંતર્યામી સ્વરુપ જીવાત્મા પણ તત્ત્વતઃપ્રકાશરૂપ જ છે. તે પ્રકાશસ્વરુપને ઢાંકનાર કે મલિન કરનાર બાહ્ય ઉપાધિઓ તથા મમત્વ, લોભ, મોહ ઈર્ષ્યા, અસૂયા, કામનાઓ વગેરે મનના મેલ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 190 191 192 193 194