Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 190
________________ ઉપનિષદ ૧૮૩ માનનો ભવતિ', “મનાવ ન મૂતાનિ નાયને”, “નન નવન્તિ' - આ પ્રમાણે ભૃગુઋષિ જેવા વિજ્ઞ મહાત્માઓએ આનન્દસ્વરુપ બ્રહ્મની અનુભૂતિ કરી છે અને તેમણે એ પણ અનુભવ્યું ચે કે આનન્દસ્વરુપ બ્રહ્મ એ જ સર્વત્ર છે. “ને નાતિ વિક્રપ્શન'', - અહીં એ આનંદધનરૂપ બ્રહ્મથી ભિન્ન કંઈ છે જ નહ. આમ આ વિશ્વસર્જનને પણ તેવા ઋષિઓ આનંદરૂપ દર્શાવે છે. આ ઋષિઓની આર્માનુભૂતિ છે, આ તેમની જ્ઞાનની નિષ્પત્તિ તથા સમજશક્તિની ફલશ્રુતિ છે. આવા આનન્દસ્વરુપને પામનાર ક્યારેય દુ:ખી કે હતાશ થતો નથી, તે દુ:ખાદિથી ક્યારેય ડરતો નથી. આ જ આશયથી ઉપનિષદ કહે છે માનવં બ્રહ્મા વિદ્વાન = વિપતિ વાન્ ! આવા જ્ઞાનની મહર્ષિઓનું જીવન સ્વાર્થપરક ન હતું. તેમનો જીવનમંત્ર તો વહુનનહિતાય તથા વહુનનવીય જીવવાનો હતો. પોતાને જે આનન્દસ્વરુપ પરમ તત્ત્વની અનુભૂતિ થઈ અને તેનું સત્યસ્વરૂપ સાંપડ્યું તે પરમ સત્ય અને આનંદાનુભવ સર્વ સાથે વહેંચવો એને તે રીતે સર્વને સમર્પવો એ તેમની તમન્ના હતી. આ તમન્નાના પરિણામ સ્વરૂપે, પોતાના આનન્દાનુભવને, સર્વનો અનુભવ બનાવવાના શુભ આશયથી ઉપનિષદોના મથે તેમણે આ માર્ગ ચીંધ્યો. બ્રહ્મ અથવા ઈશ્વરનું સ્વરુપ શું છે? જીવાત્મા ક્યાં તત્ત્વોનો બનેલો છે ? સંસારની રચના ક્યા તત્થી થઈ છે ? સ્વર્ગ કે નરકમાં જીવની સ્થિતિ કેટલો સમય રહે છે ? દેહની ઉત્પત્તિ પહેલાં પણ શું દેહીઆત્મા અસ્તિત્વમાં હતો ? આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે ? માણસોમાં સુખ દુઃખાદિના ભેદ શેને આભારી છે ? આ જગતનું કારણ શું? આ તાત્વિક પ્રશ્નો દરેક જિજ્ઞાસુ સાધકના મનમાં સહજપણે ઉદ્ભવે જ. વેદાન્તમાં અર્થાત્ ઉપનિષદોમાં આ પ્રશ્નોનો ઉત્તર એલો બધો પૂર્ણતઃ વૈજ્ઞાનિક તથા સંતોષપ્રદ છે કે પ્રત્યેક જિજ્ઞાસુના મન પર તેનો પ્રભાવ પડ્યા વગર રહે નહિ જ. (૧) ઉપનિષદોના મહત્ત્વથી મુગ્ધ વિદેશી વિદ્વાનોમાં પ્રથમ છે - અરબ દેશના વિદ્વાન અલ્બરૂની. તે અગિયારમી સદીમાં ભારતવર્ષમાં આવ્યા હતા, અને સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું હતું અને ઉપનિષદોની સારસ્વરૂપ ભગવદ્ગીતા પર તો તે વિદ્વાન ફિદા થઈ ગયા હતા. ગીતાની એમણે કરેલી પ્રશંસા એ ઉપનિષદોની જ પ્રશંસા છે એમ સમજવું જોઈએ. (૨) મોગલ બાદશાહ શાહજહાંના પુત્ર દારાશિકોહનું સ્થાન પણ ઉપનિષદોના મહત્ત્વથી મુગ્ધ વિદ્વાનોમાં ખૂબ આગળ પડતું છે. પોતાના ભાઈ ઔરંગઝેબની જેમ તે કટ્ટર ઝનૂની મુસલમાન હતો નહિ. તેણે ઉપનિષદોના મહાભ્ય વિશે સાંભળ્યું હતું. ઉપનિષદના ભાષાંતર વિશેની માહિતી આપતાં તે જણાવે છે કે તેને કાશ્મીરના સંત હજરત મુલ્લાંશાહના સંપર્કમાં આવવાથી ઉપનિષદોમાં રસ ઉત્પન્ન થયો અને તેણે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194