Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૨ વિવિધા અર્થાતુ બધાં ઉપનિષદો ગાયો છે. ભગવાન ગોપાલનન્દન-કૃષ્ણ એ ગાયોને દોહનારા છે. અર્જુન એ વાછરડો છે અને મહાન ગીતાજ્ઞાનરૂપી અમૃત એ દૂધ છે અને સારી બુદ્ધિવાળા મનુષ્યો એ અમૃતરૂપી દૂધના ભોક્તા છે. અર્થાત્ ટૂંકમાં ઉપનિષદોનો સાર આ ગીતામાં રજૂ થયેલ છે. અભિવ્યક્તિી દૃષ્ટિએ તથા વિચારો અને સિદ્ધાંતોની દૃષ્ટિએ પણ ગીતાનું ઉપનિષદો સાથે ઘણું સામ્ય છે. ગીતાના “અનાસક્ત કર્મયોગ” એ મહાન સિદ્ધાંતના બીજ ઈશાવાસ્યોપનિષદના પ્રથમ મંત્રમાં જ મળે છે : ईशावास्यमिदं सर्व यत्किच्च जगत्यां जगत् । तेन त्यक्तेन भुज्जिथा मा गृधः कस्य स्विद्धनम् ॥ આ જગતમાં જે કંઈ સ્થાવર-જંગમ છે તે બધું ઈશથી ઈશ્વરથી વ્યાપ્ત છે. માટે ત્યાગની ભાવનાથી ભોગવવું જોઈએ. ધનનો લોભ રાખવો જોઈએ નહિ. ધન વસ્તુતઃ કોનું છે ? આમ ગીતામાં પ્રતિપાદિત અને મહાત્મા ગાંધીજી તથા લોકમાન્ય તિલક જેવા મહાન વિદ્વાનો વડે સમર્થિત “અનાસક્ત કર્મયોગ”નો સિદ્ધાંત ભારતીય દર્શન-સાહિત્યમાં ખૂબ જ મહત્ત્વનો છે. અને એ સિદ્ધાંતનું બીજ પણ ઈશાવાસ્યોપનિષદમાં આપણી પ્રાચીન ભારતવર્ષના ઋષિઓ, મુનિઓ, સંતો, કવિઓ તથા પયગંબરોએ નિત્ય સુખની ઉપલબ્ધિ માટે જે સુદીર્ઘ કાળ પર્યત તપસ્યા કરી અને મનન, ચિંતન તથા નિદિધ્યાસન કર્યું તેના જ પરિપાકરૂપે આ “ઉપનિષદોનો અમર વારસો પ્રાપ્ત થયો છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ-આ ચાર આપણા દર્શનમાં પ્રાપ્તવ્ય અર્થો-પુરુષાર્થો ગણાયા છે. તેમાં પણ ધર્મ, અર્થ તથા કામ એ ત્રણ ગૃહસ્થાશ્રમનાસંસારમાં રહીને કરવાના પુરુષાર્થ ગણાય છે. જયારે “મોક્ષ” એ પરમાર્થ સિદ્ધ કરવો એ દરેકનું ચરમ લક્ષ્ય છે. શંકરાચાર્ય જેવાના મતાનુસાર સંસારનો ત્યાગ કરીને જ્ઞાનથી જ અર્થાત્ બ્રહ્મજ્ઞાનથી જ તે સિદ્ધ થઈ શકે છે. મોક્ષ એટલે મુક્તિ, અર્થાત્ છૂટી જવું તે, એટલે કે સંસારના ત્રિવિધ દુઃખોમાંથી સદાને માટે તથા સમૂળગી રીતે છૂટી જવું તે જ મોક્ષ છે. અજ્ઞાન, પાપ તથા આ બધાં આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક દુઃખો એ બંધન છે અને તેમાંથી છૂટવું એ માણસમાત્રનો ચરમ ઉદ્દેશ છેઅર્થાત્ એ જ પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે જ ઉપનિષદો જેવા દર્શનગ્રંથો પ્રગટ્યા છે. દરેકનો અંતર્યામી આત્મા તે જ સર્વત્ર વ્યાપ્ય એવો પરમાત્મા છે. માત્મા બ્રહ્મ, બ્ર મ્ સર્વ, મર્દ બ્રહ્માશ્મિ | જેવાં ઉપનિષદનાં રહસ્મય વચનેનો સાર એ જ છે કે આત્મા એ જ પરમાત્મા છે. તે જ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. તે અજ અને અનાદિ તથા અનંત છે. તે કૂટસ્થ નિત્ય છે. “સત્યમ્, શિવં, સુન્દરમ્' પણ તે જ છે અને તે બ્રહ્મ જ “સત્યં જ્ઞાનં મન દ્રા'- છે. માનવં બ્રા', “માનવં પ્રાપ્તવા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194