Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૬ વિવિધા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાના પ્રકાંડ પંડિત, અને પ્રતિભાશાળી કવિ મહેશ્વરસૂરિનો નાણપંચમીકહા' નામનો પ્રાકૃત ગ્રંથ પણ ખૂબ મહત્ત્વનો અને લોકભોગ્ય બનેલો છે. સુલલિત પદોમ અને ગાથા છંદમાં લખાયેલી તેની દસ કથાઓમાંથી ભવિષ્યદત્ત કથા ખૂબ પ્રસિદ્ધિ પામી છે ૨૦૦૦ ગાથાઓમાં રચાયેલા આ ગ્રંથની દરેક કથામાં જ્ઞાનપંચમીનો મહિમા બનાવવામાં આવ્યો છે. - આચાર્ય જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિએ નવ અંગ-આગમો ઉપર ટીકા રચીને નવાંગી વૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી છે. આચાર્ય નેમચંદ્રસૂરિ (દેવેન્દ્રમણિ) એ ઉત્તરાધ્યયન સૂત્ર વિશે સંસ્કૃતમાં ૧૪000 શ્લોક-પરિમાણ વૃત્તિ રચી (ઈ.સ. ૧૦૭૩) છે અને પ્રાકૃત ભાષામાં ૪૧ અધિકારમાં વિભક્ત એવા કથાકોશ “આખ્યાનકમણિકોશ' નામનો ગ્રંથ લખ્યો છે. ૩OO0 પ્રાકૃત શ્લોકોમાં “વીરજિનચરિત' ની પણ રચના કરી છે. પ્રાકૃત ભાષામાં રચાયેલું ૧૨૦૨૫ ગાથાનું દેવભદ્રસૂરિ રચિત “મહાવીરચરિત' ગાથાસંખ્યાની દષ્ટિએ કદાચ સૌથી વિસ્તૃત ચરિત ગણાય છે. તે આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમણે પ્રાકૃતમાં ૧૧૫૦૦ શ્લોકનો “કહારયણકોસ પણ આપ્યો છે. તે સાથે “પાર્શ્વનાથચરિત', “અનંતનાથસ્તોત્ર', “વીતરાગસ્વ' ઉપરાંત દર્શનવિષયક પ્રમાણપ્રકાશ' નામનો ગ્રંથ પણ લખ્યો છે. - વર્ધમાનસૂરિ રચિત ૧૫000 ગાથાનું મનોરમાચરિત' પ્રાકૃત ભાષામાં રચાયેલું સુંદર કાવ્ય છે. તેમણે ૧૧૦૦ શ્લોક પ્રમાણ આદિનાથચરિત પણ પ્રાકૃતમાં લખ્યું છે. આ સમયગાળામાં દેવચંદ્રસૂરિ, જિનદત્તસૂરિ, ચંદ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ તથા શ્રીપાલ કવિ વગેરેએ અનેક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ કરી છે. ગુજરાતના ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાયેલા આચાર્ય હેમચંદ્રસૂરિ (ઈ.સ. ૧૦૮૯-૧૧૭૩) એ સંસ્કારપ્રિય રાજા સિદ્ધરાજના અને કુમારપાળના રાજ્યકાળ દરમ્યાન સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં અનેક ઉત્તમ કૃતિઓની રચના કરીને સમગ્ર ભારતના સાહિત્યાચાર્ય સ્વરૂપે અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની પ્રતિભા સર્વતોમુખી હતી. તેમણે સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામનો સીમાચિહ્નરૂપ વ્યાકરણગ્રંથ તૈયાર કર્યો. “અભિધાનચિંતામણિ”, “અનેકાર્થસંગ્રહ', નિઘંટુકોશ' અને દેશીનામમાલા' જેવા શબ્દકોશો, ધાતુપારાયણષ લિંગાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપ અપભ્રંશ વ્યાકરણની સર્વપ્રથમ રચના કરી. છંદોનુશાસન' જેવો છંદશાસ્ત્રનો ગ્રંથ; “પ્રમાણમીમાંસા', “અન્યયોદ્ધાત્રિશિકા' અને “વેદાંકુશ' જેવા દર્શનગ્રંથો; સંસ્કૃત-પ્રાકૃત દ્વાયાશ્રય જેવાં ઐતિહાસિક કાવ્યો; ત્રિષષ્ટિશલાકાપુરુષ' અને પરિશિષ્ટ પર્વ જેવાં પુરાણકાવ્યો, યોગશાસ્ત્ર જેવો યોગવિષયક ગ્રંથ, અહિંન્નીતિ જેવો નીતિવિષયનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194