Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 182
________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ૧૭૫ નામનું સ્તોત્ર રચ્યું (ઈ.સ. ૯૪૯) છે. તેમાં જિનેશ્વરનાં ચરણ, હસ્ત, મુખ અને વાણી એ ચાર વર્યુ વિષયો પચીસ શ્લોકોમાં વિભક્ત છે. તે ઉપરાંત તેમણે “ચંદ્રદૂત' નામનું ૨૩ પદોનું કાવ્ય અને “મુનિપતિચરિત' નામે ગ્રંથ પણ રચ્યો છે. પ્રસિદ્ધ કવિ ધનપાલે ‘પાઇયલચ્છી નામમાતા’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો છે. પ્રાકૃત ભાષાનો આ પ્રથમ કોશગ્રંથ મનાય છે. આચાર્ય હેમચંદ્ર પણ “અભિધાન ચિંતામણિ” માં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અન્ય કોશ ગ્રંથોની પણ રચના કરી હોવાની સંભાવના છે. કવિ ધનપાલે સુંદર સુલલિત ગદ્યમાં બાણની “કાદંબરી જેવો તિલકમંજરી' નામની સંસ્કૃત કથાગ્રંથ પણ રચ્યો છે. તે તેમની ઉત્તમકોટિની રચના છે. તે ઉપરાંત તેમની વીરસ્તવ, ઋષભપંચાશિકા, સાવયવિહી વગેરે સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ અને ટીકાગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. કવિ ધનપાલના ભાઈ શોભન મુનિએ શબ્દાલંકાર, યમક અને અનુપ્રાસ તેમજ વિવિધ અલંકારોથી સભર “જિનચતુર્વિશતિકા' નામની જિનસ્તુતિ ૯૬ સંસ્કૃત પદ્યોમાં રચી છે. ઈ.સ.ની દશમી શતાબ્દીમાં ચંદ્રગચ્છના પદ્યુમ્નસૂરિએ સંસ્કૃતમાં “મૂલશુદ્ધિ પ્રકરણ'ની અને ઊપકેશગચ્છના દેવગુપ્તસૂરિએ ૧૩૭ પ્રાકૃત ગાથાઓમાં “નવ-પયરણ” નામક ગ્રંથની રચના કરી છે. આ જ સમયમાં વિદ્વાન અને કથાસાહિત્યકાર એવા જિનેશ્વરસૂરિએ સંસ્કૃત ભાષામાં પંચલિંગી પ્રકરણ, ષટસ્થાન પ્રકરણ, હારિભદ્રીય અષ્ટકવૃત્તિ જેવા સૈદ્ધાંતિક તથા દાર્શનિક ગ્રંથો તથા પ્રાકૃત ભાષામાં લીલાવતી કહો, કહાણયકોસ જેવા ઉત્તમ કથાગ્રંથો રચ્યા છે. “પંચગ્રંથી” નામના ૭૦૦૦ શ્લોક પરિમાણના સંસ્કૃત વ્યાકરણગ્રંથની રચના આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ (ઈ.સ. ૧૦૨૪) કરી છે. શ્વેતાંબર જૈનોનું આ સર્વપ્રથમ સંસ્કૃત વ્યાકરણ ગણાય છે. તેમણે છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરેની રચના કર્યા હોવાના ઉલ્લેખો પણ મળે છે. બૃહદગચ્છના હરિભદ્રસૂરિએ “બંધસ્વામિત્વ' નામના કર્મગ્રંથ વિશે ૬૫૦ શ્લોકપ્રમાણ વૃત્તિ અને “આગમિક વસ્તુવિચારસાર' વિશે ૮૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિઓ (ઈ.સ. ૧૧૧૬) રચી છે. તે ઉપરાંત “પ્રશમરતિપ્રકરણ' વિશે ૧૫૦૦ શ્લોક પ્રમાણ વિવરણ (ઇ.સ. ૧૧૨૯) અને ૫૦૦ શ્લોકની “ક્ષેત્રસમાસવૃત્તિ” તથા “જબૂદીપસંગ્રહણીવૃત્તિ પણ રચી છે. તેમના આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. તે સાથે તેમણે પ્રાકૃત ભાષામાં ૬પર ગાથાના “મુનિપતિચરિત' અને ૬૫૪૮ ગાથાનો શ્રેયાંસનાથચરિતની પણ રચના કરી છે. ધનેશ્વર મુનિએ પણ આ જ સમય દરમ્યાન ૨૫૦૦ ગાથા પરિમાણમાં રસ અને અલંકારોના સુયોજિત વૈવિધ્યથી સભર એવા “સુરસુંદરી' નામે કથાગ્રંથ રચ્યો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194