Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 179
________________ ૧૭૨ વિવિધા ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય પ્રાચીન ગુજરાતમાં જૈન ધર્મની પ્રેરણાથી સાહિત્ય-રચનાઓ અને વાનમય ઉપાસનાને ઘણો વેગ મળ્યો હતો. ઈ.સ.ના આરંભકાળથી જ ગિરિનગર, વલભી, ભકચ્છ વગેરે ગુજરાતનાં મહત્ત્વનાં રાજકીય સ્થળો હોવાની સાથે સાંસ્કૃતિક કેન્દ્રો પણ હતાં. ત્યાં તેમ જ અન્ય સ્થાનોએ સાહિત્ય પ્રવૃત્તિ મુખ્યત્વે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ આચાર્યો દ્વારા ચાલતી હતી. તેમણે રચેલા ગ્રંથોનો સમય સુનિશ્ચિત ન હોવાને કારણે તથા ગ્રંથકારો વિશે પણ સુસંકલિત માહિતી ઉપલબ્ધ નહિ હોવાથી, તેમના કાલાનુક્રમ વિશે મતભેદ રહે છે. તેમણે પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓમાં રચનાઓ કરી છે. પ્રાકૃત ભાષાની પ્રથમ પ્રાકૃત ધર્મકથા ‘તરંગવતી’ ના કર્તા પાદલિપ્તાચાર્ય એક પ્રભાવક જૈન આચાર્ય હતા અને એમનું નામ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જૈન તીર્થ પાદલિપ્તપુર પાલીતાણા સાથે જોડાયેલું છે. જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલી અનુશ્રુતિઓ અનુસાર, પાદલિપ્તાાર્ય પાટલિપુત્રમાં મહુંડરાજાના દરબારમાં હતા. એમના બુદ્ધિચાતુર્ય, મંત્રશક્તિ અને યંત્રવિદ્યા પ્રવીણતા વિશે વિવિધ કથાનકો મળે છે. તેમણે પોતે રચેલી વિખ્યાત પ્રાકૃત ધર્મકથા “તરંગવતી'ની મૂળ પ્રત પ્રાપ્ત થતી નથી, પરંતુ નેમિચંદ્ર ૧૯00 પ્રાકૃત ગાથાઓમાં કરેલો એનો સંક્ષેપ મળે છે. તેમણે આગમગ્રંથ જ્યોતિષકડક' ઉપર વૃત્તિની રચના કરી હતી. તે ઉપરાંત દીક્ષા અને પ્રતિષ્ઠા-વિધિ વિશે ‘નિર્વાણ-કલિકા' નામે પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી છે. તે ઉપરાંત પ્રશ્નપ્રકાશ અને “કાજ્ઞાની' નામના જ્યોતિષના ગ્રંથો પણ તેમની રચના હોવાનું મનાય છે. તેમના આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. “તરંગવતીની પ્રાકૃત કથા ઉપરાંત ગાથાસ્પતિશતિમાં તેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ ઉદ્ધત થયેલી છે. - ઈ.સ.ના આરંભના સૈકાઓમાં જૈનવિદ્યા અને સાહિત્ય પરત્વે ગુજરાત અને તેમાં પણ વલભી મહત્ત્વનું કેન્દ્ર હતું. ઈ.સ.ના ૩૦૦ ના અરસામાં વલભીમાં આર્ય નાગાર્જુને આગમન સાહિત્યની વાચના નક્કી કરવા માટે એક પરિષદ બોલાવી હતી. તેને “વલભીવાચના' કહેવામાં આવે છે. ત્યાર બાદ વીરનિર્વાણ સં. ૯૮૦ અર્થાત ઈ.સ. ૪૫૩-૫૪ (લગભગ)માં દેવર્ધિગણ ક્ષમા-શ્રમણની અધ્યક્ષતદામાં સમગ્ર જૈન શ્રુતસાહિત્યને લિપિબદ્ધ કરવામાં આવ્યું હતું. દેવર્ધિગણિક્ષમાશ્રમણ, પરંપરા અનુસાર નંદિસૂત્ર' ના કર્તા હોવાનું માનવામાં આવે છે. તેમણે જૈન સિદ્ધાંતો વિશે ગ્રંથરચના કરી હોવાના ઉલ્લેખો મળે , પણ તે ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. જૈન તત્ત્વમીમાંસાના મહત્ત્વના પ્રાકૃત ભાષામાં રચાયેલા “સન્મતિતર્ક' ગ્રંથના કર્તા સિદ્ધસેન દિવાકરનું સાહિત્ય સર્જન પણ ગુજરાતની ભૂમિ ઉપર થયું છે. સંસ્કૃતિની અસરથી યુક્ત પ્રાકૃત ભાષામાં રચાયેલા આ ગ્રંથમાં જૈનદર્શનના હાર્દરૂપ અનેકાન્તવાદ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194