Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 177
________________ ૧૭૦ વિવિધા કન્યા પર મોહિત થવું, લોકડાના પાટિયાને આધારે સમુદ્ર તરીક જેવાં...વગેરે કથાઘટકો કથાને રસિક અને અસરકારક બનાવવામાં સહાયભૂત થાય છે. અહીં માતંદીપુત્રો વહાણના પાટિયાને આધારે સમુદ્ર તરી જાય છે. જિનશત્રુરાજા મલ્લીનું ચિત્ર જોઈને મોહિત થાય છે. રત્નદ્વીપનો યક્ષ આકાશમાર્ગે જિનપાલિતન તેના રાજયમાં પહોંચાડે છે. ધારિણીદેવીના અકાળમેઘનું દોહદ, અભયકુમારનાં દેવલોકમાં વસતો મિત્ર ચમત્કારિક રીતે પુરુ કરે છે. આ કથાઘટકોના સમૂચિત ઉપયોગને કારણે આ ગ્રંથની કથાઓ વિસેષ લોકપ્રિય બની છે. પશુપક્ષીઓની કથાનો વિકાસ પણ અહીં જોવા મળે છે. જ્ઞાતાધર્મકથામાં કુવાનો દેડકો જંગલના હાથી, કીડા, બે કાચબા વગેરે અનેક જીવ-જંતુઓ અને પશુવિષયક કથાઓ છે. તેમનાં દૃષ્ટાંતો દ્વારા ધર્મ અને આચારનો ઉપદેશ આપવામાં આવ્યો છે. દેડકાનો અજ્ઞાનમૂલક અહંકાર, કાચબાની સ્વરક્ષણની વૃત્તિ, શિયાળની સતર્કતા અન પંચનામૂલક સહેતુક નિષ્ક્રિયતા, હાથી અને હાથિણીઓની વિવિધ ક્રિયાઓ, પંચેન્દ્રિયોના રસભોગમાં આસક્ત બનતા અશ્વો-વગેરે દ્વારા જીવન વિશેનાં કેટલાંક સત્યોને પ્રગટ કરવામાં આવ્યાં છે. મનોવૈજ્ઞાનિક નિરૂપણ ઃ - રોહિણીની સમગ્ર કથા, સાગરદત્તના પુત્રની સંશયગ્રસ્ત અવસ્થા શિયાળ દૂર ગયું હશે એમ માનીને ક્રમશ પોતાના અંગોને બહાર કાઢતો કાચબો, ધારિણીદેવીના અકાળ મેઘના દોહદની પૂર્તિનો ઉપાય ન મળતા ચિંતિત બની ગયેલા શ્રેણિક રાજાનું અભયકુમાર સાથેનું વર્તન, પ્રવજ્યાની પ્રથમ રાત્રિએ અવહેલનાનો અનુભવ કરતા. સાધુત્વનો ત્યાગ કરવાનો નિશ્ચય કરનાર મેઘકુમાર, મંડૂરક અધ્યયનના કૂવામાંના દેડકાની મનોદશા..વગેરેનું આલેખન કેટલાક મનોવૈજ્ઞાનિક સત્યોને યથોચિત રીતે, સહજપણે પ્રગટ કરે છે. રોહિણીની સમગ્ર કથા જ મનોવૈજ્ઞાનિક તથ્યને આધારે રચાયેલી છે. ઉઝિકા, ભોગવતી, રક્ષિકાનાં નામો પણ તેમના ગુણને ઘોતિત કરનારાં છે. ધન્ય સાર્થવાહ યોગ્ય રીતે જે શાલીના દાણાને ફેંકી દેનાર ઉઝિકાને ઘરની સફાઈનું, દાણાને ખાઈ જનાર ભોગવતીને રસોડાનું, દાણાને ડબ્બામાં ચોક્સાઈથી સાચવી રાખનાર રક્ષિકાને ધનસંપત્તિઆભૂષણો વગેરેના રક્ષણનું અને દાણાની વૃદ્ધિ કરનાર રોહિણીને કુટુંબનો સમગ્ર વ્યવહારના સંચાલનનું કાર્ય સોંપે છે. આ કથાઓમાં ઐહિક સમસ્યાઓનું ચિંતન, પારલૌકિક સમસ્યાઓનું સમાધાન, ધાર્મિક-સામાજિક પરિસ્થિતિઓનું વિવરણ, અર્થનીતિ, રાજનીતિનું નિદર્શન અને જનતાની વ્યાપારકુશળતાનું નિરૂપણ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194