Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 175
________________ વિવિધા તેનો ઇન્દ્રકુમાભ ઇધાનના ઉલ્લેખો મુખ્ય છે. સામાન્ય રીતે કોઈ ધર્માચાર્ય નગરીમાં આવે ત્યારે આ ઉદ્યાનો કે ચૈત્યમાં પોતાનો ધર્મોપદેશ આપતા હતા. વૈતાઢ્ય, હિમવન્ત, રૈવતક, નિષદ, નિલવંત વગેરે પર્વતો અને શીતાંદા, સીતા એ બે નદીઓ અને લવણસમુદ્રનું વર્ણન મળે છે. ૧૬૮ આ નગરીઓનાં ઉલ્લેખ સાથે મહદ્અંશે ત્યાંના રાજાઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. કાંપણ્યપુર નગરીમાં દ્રવપદરાજાની પુત્રી દ્રુપદીનાં સ્વયંવર માટે અલગ અલગ દેશના રાજાઓને આમંત્રણ મોકલવામાં આવે છે. ત્યાં નવ જનપદો અને તેના રાજાના નામ અપાયેલાં છે. જેમકે દ્વારકા નગરી, સુરાષ્ટ્ર જનપદની રાજધાની હતી અને કૃષ્ણવાસુદેવ તેની રાજા હતા. એવો ઉલ્લેખ અહીં મળે છે. તેવી જ રીતે હસ્તિનાપુરનો રાજા પાંડુ, સુક્તિમનિમાં દમઘોષ અને શિશુપાલ રાજા, મથુરામાં ઘર, રાજગૃહમાં સહદેવ, વિરાટમાં કિચકરાજા, હસ્તશીર્ષમાં દમદત્ત રાજા...વગેરે. આ સર્વ કૃષ્ણવાસુદેવના સમયના રાજાઓ હોવાનું કહી શકાય. મલ્લી અધ્યયનમાં તે સમયના છ રાજાઓ અને તેમની નગરીનાં નામ, ત્યાનું સમાજજીવન, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતક પરિસ્થિતિ વગેરેનો ખ્યાલ મળે છે. આ રાજાઓ સાથે તેમની રાણીઓ-રાજકુમારો અને તેમનાં વ્યક્તિત્વનાં પણ પરિચય મળે છે. તે ઉપરાંત ચંપાનગરીનાં કુણિક રાજા, રાજગૃહના શ્રેણિક રાજા, તેતલિપુરના કનકરથરાજા અને અમરકંકા નગરીનાં પદ્મનાભ રાજા વગેરેનાં નામ અને ક્યારેક તેમની રાજનીતિનો વિશેષ પરિચય મળે છે. આ સામગ્રી સંસ્કૃતના અભ્યાસ મટે ઉપયોગી બની શકે તેમ છે. જૈનશાસ્ત્રોમાં નિરૂપિત અનેક પ્રકારનાં દેવો, દેવલોક, વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા દેવોના આયુષ્યની સ્થિતિ, મોક્ષ વગેરેનું નિરૂપણ અહીં થયું છે. જેમકે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો; લોકાન્તિદેવ, સૌધર્મકલ્પ સૂર્યોત્સ વગેરે દેવલોક, યંત અરિષ્ટ, દુર્દરાવતંસ વગેરે વિમાનોના ઉલ્લેખો અહીં મળે છે. બીજા શ્રુતસ્કંધમાં દેવલોક કે વિમાનોમાં ઉત્પન્ન થયેલી દેવીઓની સિદ્ધિઆદેદનું પણ વર્ણન છે. જ્ઞાતાધર્મકથામાંથી વિવિધ પ્રકારનાં શાસ્ત્રજ્ઞાન અને કલાઓ વિશે પણ નોંધપાત્ર સામગ્રી મળે છે. મેઘકુમાર, થાવચ્ચાપુત્ર કે મલ્લીના જન્મ નિમિત્તે સ્વપ્નશાસ્ત્રની વિશદ ચર્ચા થઈ છે. તેમાં કલ્યાણરૂપ ૧૪ સ્વપ્નો આ રીતે વર્ણવ્યાં છે. ગજ, વૃષભ, સિંહ, અભિષેક, પુષ્પમાળા, ચન્દ્રમા, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મયુક્ત સરોવર, સાગર, વિમાન, રત્નરાશિ અને ધૂમાડારહિત અગ્નિ. વૈદકશાસ્ત્રનો પણ તે સમયે ઘણો વિકાસ થયો હતો એમ દુર્દેર અધ્યયનના નંદમણિયારની રોગચિકિત્સા વિશેના આલેખન દ્વારા જણી શકાય છે. અહીં વિવિધ પ્રકારા રોગોના નામ અને ઉદવર્તન, સ્નેહયાન, વમન, રચન, અપસ્નાન વગેરે અનેક વૈદકીય પદ્ધતિઓનું સવિસ્તર આલેખન થયું છે. ગર્ભવતી સ્ત્રીઓના આહાર-વિહારનાં સૂચનો છે. અહીં આપેલાં અનેક પ્રકારની વનસ્પતિના ઉલ્લેખોમાં દાવદ્રવ અને નંદીફલ નામનાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194