Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 174
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૭ સુવાડનાર, રમવા લઈ જનાર એમ અલગ અલગ ધાયમાતા પણ રાખવામાં આવતી. તેના પ્રકાર આ પ્રમાણે છે : ક્ષીરપાત્રા, મંડનધાત્રા, મજનન ધાત્રા, ક્રીડાયાત્રા. સમાજમાં સંયુક્ત કુટુંબની પરંપરાનું પાલન થતું હતું. વિશાળ કુટુંબનો વડો કુટુંબનું હિત અને ગૌરવ સચવાય તે પ્રમાણે વ્યવસ્થા કરતાં. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવામાં આવતું હતું. ઘરજમાઈ રાખવાનો રિવાજ પણ હતો. શ્રેષ્ઠિઓનું સ્થાન મોભાનું હતું. રાજાઓ તેમને આદર આપતા અને શ્રેષ્ઠિઓ રાજાનું ધન પણ આપતા હતા. આજીવિકા માટે વ્યાપાર અને કૃષિનો વ્યવસાય મુખ્ય હતા. વિપુલ પ્રમાણમાં ધાન્ય ઉત્પન્ન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવતી. ચાર પ્રકારની ચીજવસ્તુઓનો વ્યાપાર પ્રચલિત હતો : ગણિમ એટલે ગણનામૂલક ગણીને આપવાની વસ્તુઓ નારિયેળ વગેરે. ધરિમ એટલે કોલ કરીને આપવાની વસ્તુઓ, મેચ એટલે પાલી વડે માપીને આપવામાં આવતી ધાન્ય-અનાજ વગેરે વસ્તુઓ અને પરિચ્છેદ એટલે કાપીને આપવાની વસ્ત્ર વગેરે વસ્તુઓ. નગરના વેપારીઓ ગણિમ, ધરિમ વગેરે ચીજવસ્તુઓના વ્યાપાર માટે ગાડી ગાડી લઈને વન-જંગલમાં માર્ગે અથવા નાવ દ્વારા સમુદ્રમાર્ગે અન્ય નગર અને દેશમાં અનેક રક્ષકો અને સાથીદારોના સમૂહ સાથે જતા. સોજા, કુંભાર, હજાર (આલંકારિકોની સભા), માળી વગેરે વ્યાવસાયિકો પણ તે સમયમાં હતા. મયૂરપાલિકો, અશ્વ અને હાથીની કેળવણી આપનાર વિશિષ્ટ પ્રકારની વિધા જાણનારાઓનો પણ એક વર્ગ હતો. જિનદત્ત સાર્થવાહ પુત્ર મયૂરીના ઈંડાને મરઘીના ઇંડા સાથે રાખીને તેને પોષણ આપવાનો પ્રયત્ન કરે છે. એ ઉપરથી શ્રેષ્ઠીઓના ઘરોમાં મરઘીઓ રાખવામાં આવતી હોવાનું માની શકાય રેશમ જેવાં વસ્ત્રો અને ઓછા પણ બહુમૂલ્ય અલંકારો ધારણ કરતા. ચોરી, લૂંટ, અપહરણ કરવાં, હત્યા કરવી-આદિ અનિષ્ટ તત્ત્વો તત્કાલીન સમાજમાં હતા. ગુનો કરનારને સજા કરવામાં આવતી. નગરરક્ષકોને ફરિયાદ કરવી હોય તો તેમને માટે બહુમૂલ્ય ભેટ લઈને જવાની પ્રથા હતી. રાજવીઓ અને શ્રેષ્ઠીઓનાં રાજકીય, કૌટુંબિક જીવનની સાથે સામાન્ય જનજીવનનો પણ વિશદ પરિચય અહી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી : જ્ઞાતાધર્મકથામાં મુખ્યત્વે મલ્લી અર્હત, અરિષ્ટનેમી અને મહાવીરસ્વામીના સમયની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી વિપુલ પ્રમાણમાં મળે છે. પ્રત્યેક કથાનો આરંભ એકાદ નગરી, તેમાં આવેલા ઉધાન કે ચૈત્યનાં ઉલ્લેખ સાથે થાય છે. આ ઉદ્યાન કે ચૈત્ય મુખ્યત્વે ઈશાન કે અગ્નિ ખૂણામાં આવેલ હોય છે. તેની આસપાસ નદીઓ, પર્યત વગેરેનાં નામોલ્લેખો પણ મળે છે. તેમાં મુખ્યત્વે ચંપાનગરીનું પૂર્ણભદ્ર ચૈત્ય, રાજગૃહનું ગુણશીલ ઉદ્યાન, ધારાવતીનો નંદનવન ઉધાન, તેતલિપુર નગરમાં પ્રમાદવન ઉધાન, મહાત્વદેહક્ષેત્રમાં આવેલા સલિલાવતી નામના પ્રદેશની વિત્તશોકા રાજધાની અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194