Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 172
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૫ સમાજની નાનાવિધ રૂઢિઓ, શાસનવ્યવસ્થા, સ્ત્રીઓ અને દાસ-દાસીઓની પરિસ્થિતિ ઉત્સવો આદિ વિશે માહિતી મળે છે. પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય સંઘાટ અધ્યયનમાં સંતાનપ્રાપ્તિ માટે વિવિધ દેવદેવીઓની પૂજા-અર્ચના થતી હોવાનું જણાવ્યું છે. પોતાના ધનવૈભવના પ્રદર્શન માટે નાના બાળકોને પણ મૂલ્યવાન અલંકારા પહેરાવવાની પ્રથા હતી. અને તેને કારણે તેમનું અપહરણ અને હત્યા પણ થતા હતા. આ જ કથામાં કારાગારની ભયંકરતા અને તીવ્ર યાતનાઓનું પણ અસરકારક આલેખન થયું છે. કારાગરનાં કેદી માટે એના સ્વજનો ઘેરથી ભોજન મોકલી શકતાં હતાં. ભોજનપિટકની સાથે પાણીનો ઘડો પણ મોકલી શકતો હતો. રાજ્યના અપરાધ માટે નગરના શ્રેષ્ઠીને પણ કારાવાસની સજા ભોગવવી પડતી હતી. અહીં દન્ય સાર્થવાહને તેના પુત્રના ઘાતક વિજય ચોર સાથે જ બાંધવામાં આવે છે. તત્કાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ગૌરવભર્યું હશે એમ માની શકાય. અબત્ત તેમને દોહદપૂર્તિ માટે, દેવદેવીઓની પૂજા-અર્ચના માટે કે અપ્રવજયા અંગીકાર કરવા માટે પોતાના પતિની અનુમતિ લેવી પડતી હતી-પણ સન્માનપૂર્વક તેમને અનુમતિ આપવામાં આવતી હતી. પાંચમા અધ્યયનમાં ચાવા નામની સાર્થવાહીની કથાનક છે. તે લૌકિક અને રાજકીય વ્યવહાર અને વ્યાપાર આદિમાં કુશળ હતી. માતાના નામથી પુત્રની ઓળખ આપી શકાતી હતી. જેમકે થાવસ્ત્રાપુત્ર. ધાર્મિક સ્થિતિ : - ઈ.સ.પૂ. છઠ્ઠી પાંચમી સદીનાં સમય ભારતમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રની જેમ ધાર્મિક ક્ષેત્રે પણ ક્રાન્તિનો સમય હતો. ઉપનિષદના ઉચ્ચ જ્ઞાનની સાથે સાથે વૈદિક ક્રિયાકાંડ પણ પ્રચલિત હતા. લોકોમાં અંધશ્રદ્ધા વિશેષ હતી. વૈદિક યજ્ઞયાગાદિ અને જીવહિંસાની વિરુદ્ધમં પ્રચલિત થયેલી વિચારધારાઓ પ્રત્યે સમાજ અભિમુખ થયો જતો હતો. બ્રાહ્મણ પુરોહિતોની વરિષ્ઠતાનું મહત્ત્વ આ સંક્રાન્તિકાળમાં ઘટ્યું. ક્ષત્રિયો આધ્યાત્મિક ચિંતનના ક્ષેત્રમાં અગ્રેસર થયા. તેઓ બ્રાહ્મણોને પણ તત્ત્વજ્ઞાનના ગૂઢ સિદ્ધાંતો સમજાવવા લાગ્યા. બુદ્ધ અને મહાવીર જન્મ ક્ષત્રિય હતા પણ તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે યુગપુરુષ બન્યા. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મનું વિશેષ રીતે નિરૂપણ થયેલું છે એટલે જૈનધર્મના પ્રભાવ વિશે તેમાંથી વધુ માહિતી મળે છે. રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને સામાન્ય પ્રજાનો પણ જૈનધર્મમાં દીક્ષિત થયા ઉત્સુક હતા. અલબત્ત પ્રવજયા લેનારે માતાપિતાની અનુમતિ લેવી પડતી. મેથકુમાર, ચાવાકુમાર કે મલ્લીને માટે પણ માતાપિતાની અનુમતિ અનિવાર્ય હતી. જ્ઞાતાધર્મકથા અનુસાર આ અનુમતિ સહજપણે મળતી હતી. પ્રજા અને રાજાનો ધર્મમાં અનુરાગ હતો. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનારનું સ્થાન ગૌરવભર્યું હતું. દીક્ષાનો મહોત્સવ ધામધૂમથી ઉજવાતો. પાવાપુત્રની દીક્ષા વખતે કૃષ્ણ મહારાજા નગરના લોકોને ઘોષણા કરીને જણાવે છે કે જેને પ્રવજયા લેવાની ઈચ્છા હોય તેની કૌટુંબિક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194