Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 171
________________ ૧૬૪ વિવિધા કંડિકા, છત્ર, કરોટિકા, કમંડલ, રૂદ્રાક્ષમાલા, માટીનું પાત્ર, અંકુશ, પવિત્રક તાંબાની અંગૂઠી-વગેરે તેનાં ઉપકરણો હતાં. તે સાંખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતો હતો. તેનો અનુયાય સુદર્શન શ્રેષ્ઠીએ જૈન આચાર્યના પરિવયથી જૈનધર્મ અંગીકાર કર્યો. સુદર્શન શ્રેષ્ઠીની સાથે શુક્ર પરિવ્રાજક જૈન આચાર્ય પાસે જાય છે. શુક્ર દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો તે ધર્મોચાર્યે યથાયોગ્ય જવાબ આપ્યા. તેથી શુક્ર પોતાનાં પૂર્વ ઉપકરણોનો ત્યાગ કર્યો. ચોટલી મૂંડાવી નાખી અને તેમનો શિષ્ય થયો. સાધ્વીઓ પણ પોતાની શિષ્યાઓનાં સમુદાય સાથે પરિભ્રમણ કરતી હતી. આઠમા અધ્યયનમાં, મલ્લિના કથાનકમાં ચોકખા નામની એક સાંખ્ય મતાનુયાયી પરિવ્રાજિકાનું વર્ણન છે. આ પરિવ્રાજિકા પણ વૈદાદિ શાસ્ત્રોમાં નિપૂર્ણ હતી, તેની કેટલીક શિષ્યાઓ હતી, તેને રહેવા માટે મઠ પણ હતો. ઇચ્છિત વસ્તુઓની સિદ્ધિ માટે દેવ-દેવીઓની પૂજા અને મંત્ર-તંત્રનો આધાર લેવામાં આવતો હતો. જેમકે સંઘાટ અધ્યયનમાં ભદ્રાભામિની સંતાનપ્રાપ્તિ માટે આ પ્રમાણે સંકલ્પ કરે છે. રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોનાં આયમનો છે. અને તેમાં જે નાગની પ્રતિમા,ગ યાવત વૈશ્રમણની પ્રતિમા છે. તેમની બહુમૂલ્ય પુષ્માદિથી પૂજા કરીને...નમસ્કાર કરીને આ પ્રમાણે કહું છું: “હે દવાનુપ્રિય. જો હું એક પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હૂં તમારી પૂજા કરીસ. પર્વના દિવસે દાન આપીશ...તમારા અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ.” સામાન્ય જનસમાજ પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોની મુખ્યત્વે વૃક્ષો, નાગદેવતા વગેરેની પૂજા કરતાં હતાં. ઇંદ્ર, વૈદિક દેવતા, અસરો અને માતૃદેવીની સાથે પક્ષ અને ગાંધર્વોની પૂજા પણ થતી હતી. તેવી જ રીતે પ્રિય વ્યક્તિઓને વશમાં રાખવા માટે વશીકરણ મંત્રનો પણ ઉપયોગ થતો હતો. તેતલિપુત્ર અધ્યયનમાં પોદિલા અને અમસ્ટેકામાં સુકુમાલિકા પતિનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, પતિને વશમાં કરવા માટે સુવ્રતા આદિ સાધ્વીઓને કહે છે : “હે આર્યાઓ, તમારી પાસે કોઈ ચૂર્ણયોગ, મંત્રાયોગ, કામણયોગ, હૃદયનું હરણ કરનાર..વશીકરણ, કૌતુકકર્મક ભભૂતિનો પ્રયોગ અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, અલબત્ત આર્યા તેમના આ સૂચનને અનિચ્છનીય અને અનુસંચુત કહે છે અને કેવલપ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપે છે. રાજ્યાભિષેક, પ્રજાયગ્રહણ, વિવાહપ્રસંગ, પાવાગમન વગેરે પ્રસંગોએ મંગળ શુક્રન જોવામાં આવતાં હતાં. મેઘકુમારના દીક્ષા મહોત્સવની સવારીમાં અષ્ટ મંગલ તેની સામે રજૂ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે : સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, ભદ્રાસનલ, કળશ, મત્સ્ય અને દર્પણ. આ પ્રમાણે જનજીવનમાં પ્રચલિત ધર્મ વિશેની અનેક પરંપરિત રૂઢિઓનું આલેખન અહીં જોવા મળે છે. સામાજિક: જ્ઞાતાધર્મકથામાં તત્કાલીન સમાન વ્યવસ્થાનું યથાતથ ચિત્ર ઉપસી આવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194